સીમાંકન-મહિલા અનામતના સુધારેલા ખરડાને કેબિનેટની મંજૂરી

લોકસભાની હાલની બેઠકોમાં 50 ટકા વધારા સાથે સંખ્યા 850 થશે: 33 ટકા મહિલા અનામત: કેટલાક વિપક્ષોને રાજી કરવાનો વ્યૂહ કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું…

લોકસભાની હાલની બેઠકોમાં 50 ટકા વધારા સાથે સંખ્યા 850 થશે: 33 ટકા મહિલા અનામત: કેટલાક વિપક્ષોને રાજી કરવાનો વ્યૂહ

કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે અને શુક્રવારે આ અંગે મળેલી કેબિનેટ બેઠકમાં સીમાંકન અને મહિલા અનામત સંબંધિત બંધારણ સુધારા વિધેયકને મંજૂરી આપી દેવામાં આવી છે. આ પ્રસ્તાવ હેઠળ લોકસભાની બેઠકોની સંખ્યામાં 50 ટકા સુધીનો વધારો કરવાની જોગવાઈ છે. સાથે જ, રાજ્યો વચ્ચે બેઠકોની ફાળવણીની વર્તમાન વ્યવસ્થાને આગામી 25 વર્ષ એટલે કે 2051 સુધી સ્થિર રાખવાનો પ્રસ્તાવ પણ સામેલ છે. લોકસભાની બેઠકોમાં 50 ટાના વધારા સાથે બિલ પાસ થાય તો લોકસભાની હાલથી સભ્ય સંખ્યા 543થી વધી 850 થઇ જશે.

અગાઉની નિષ્ફળતા બાદ નવી રણનીતિ અને બદલાયેલા સમીકરણો અગાઉ એપ્રિલ મહિનામાં સરકારે સીમાંકન બિલ અને મહિલા અનામત સુધારા બિલ પસાર કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંસદમાં જરૂૂરી બે-તૃતીયાંશ બહુમતી ન હોવાથી તે પસાર થઈ શક્યું ન હતું. જોકે, આ વખતે સરકાર પૂરા હોમવર્ક સાથે મેદાનમાં ઉતરી રહી છે. છેલ્લા સાત મહિનામાં રાજકીય સમીકરણો બદલાયા હોવાથી, વિપક્ષના કેટલાક પક્ષોને સાથે રાખીને સરકાર બે-તૃતીયાંશ બહુમતીનો આંકડો પાર કરી શકશે તેવી આશા સેવી રહી છે.

ખાસ કરીને ડીએમકે અને શરદ પવારની પાર્ટીએ બિલની જોગવાઇઓ જોયા પછી સમર્થન આપવા વિશે નિર્ણય લેવાની વાત કરી હતી. તેમની માગ સ્વીકારી લેવાતા સરકારને આ બન્ને પક્ષોનો ટેકો નિશ્ચિત મળી રહે તેવી આશા છે.કોંગ્રેસે આ બિલને બંધારણ પરનો હુમલો ગણાવ્યો છે, જ્યારે સમાજવાદી પાર્ટી (જઙ)એ તેનો વિરોધ કર્યો છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે આ બિલનો વિરોધ કરતા તેને ’ભાજપ જીતાડો બિલ’ ગણાવ્યું છે. તેમણે ડીએમકેને ચેતવણી આપી છે કે જો તે સમર્થન કરશે તો તે ઐતિહાસિક ભૂલ ગણાશે, કારણ કે તેનાથી ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોની સરખામણીએ દક્ષિણ ભારતના રાજ્યોની તાકાત ઘટશે. ડીએમકે અને બીઆરએસએ કેટલીક શરતો સાથે સમર્થન આપવાના સંકેત આપ્યા છે.

બીજી તરફ, ગયામાં જહાનાબાદના રાજદ સાંસદ ડો. સુરેન્દ્ર પ્રસાદ યાદવે સીમાંકન વિધેયકનું સમર્થન કર્યું છે. તેમણે જણાવ્યું કે વધતી વસ્તી, વિકાસ અને ક્ષેત્રફળ મુજબ સરકાર પર જવાબદારી વધી છે, તેથી સીમાંકન જરૂૂરી છે અને તેનાથી જનતા તથા જનપ્રતિનિધિ બંનેને લાભ થશે. ભાજપનો થ્રી-લાઇન વ્હિપ સંસદના આ વિશેષ સત્રને ધ્યાનમાં રાખીને ભાજપ ટૂંક સમયમાં પોતાના લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હિપ જારી કરશે. સાંસદોને 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર દરમિયાન ગૃહમાં હાજર રહેવા માટે કડક સૂચના આપવામાં આવશે.

ગત એપ્રિલમાં બિલ પસાર થયું નહોતું
સરકારે આ વર્ષની શરૂૂઆતમાં સીમાંકન બિલ પસાર કરાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ 17 એપ્રિલે, બંધારણીય સુધારા બિલ લોકસભામાં જરૂૂરી સમર્થન મેળવવામાં નિષ્ફળ ગયું. લોકસભાએ બંધારણ (131મો સુધારો) બિલ, 2026 પસાર કરવા માટે મતદાન કર્યું. આ બિલનો હેતુ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને 33% અનામત આપવાનો હતો. બે દિવસની લાંબી ચર્ચા પછી બિલના પક્ષમાં 298 અને વિરોધમાં 230 મત મળ્યા. જોકે, બિલ પસાર થવા માટે જરૂૂરી બે તૃતીયાંશ બહુમતી પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયું. મતદાન સમયે, લોકસભામાં 528 સભ્યો હાજર હતા, જેને બિલ પસાર કરવા માટે ઓછામાં ઓછા 352 મતોની જરૂૂર હતી. વિપક્ષે સરકારના પ્રયાસો પર પ્રશ્ન ઉઠાવ્યો. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર મહિલા અનામતની આડમાં સીમાંકન લાગુ કરવા માંગે છે. આનાથી દેશના મતવિસ્તારોની સીમાઓ બદલાશે અને દક્ષિણ ભારતના રાજ્યોને નુકસાન થઈ શકે છે. બંધારણ સુધારા બિલ સંબંધિત બે અન્ય બિલ પણ રજૂ કરવાના હતા. સીમાંકન બિલ, 2026, અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા (સુધારા) બિલ, 2026. જોકે, બંધારણ સુધારા બિલ લોકસભામાં પસાર થવામાં નિષ્ફળ ગયું, અને તેથી, આ બે બિલો પર વધુ ચર્ચા થઈ ન હતી. છેલ્લા 12 વર્ષમાં આ પહેલી વાર બન્યું જ્યારે મોદી સરકાર દ્વારા રજૂ કરાયેલા બિલને સંસદની મંજૂરી મળી ન હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *