અમદાવાદમાં જમીનનો વિવાદ ઉકેલવાના બહાને વેપારી સાથે 58 કરોડની છેતરપિંડી

  અમદાવાદના બોડકદેવમાં રહેતા અને જમીન તથા શેરબજારમાં રોકાણ કરતા એક 42 વર્ષીય વેપારી સાથે 58.92 કરોડ રૂૂપિયાની છેતરપિંડીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. ક્ધસ્ટ્રક્શન…

 

અમદાવાદના બોડકદેવમાં રહેતા અને જમીન તથા શેરબજારમાં રોકાણ કરતા એક 42 વર્ષીય વેપારી સાથે 58.92 કરોડ રૂૂપિયાની છેતરપિંડીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. ક્ધસ્ટ્રક્શન અને જમીન ક્લિયરન્સનું કામ કરતા ત્રણ શખસોએ જમીનના વિવાદો ઉકેલી આપવાના બહાને અને નવી ક્ધસ્ટ્રક્શન સ્કીમમાં મોટા નફાની લાલચ આપીને ફરિયાદીની કરોડો રૂૂપિયાની જમીનોના દસ્તાવેજો પોતાના નામે કરાવી લીધા હતા. નક્કી કરેલી અવેજની રકમ ના ચૂકવીને અને બોગસ ખર્ચના નામે હિસાબ આપવાનો ઇનકાર કરી ફરિયાદીના કુલ 58,92,16,487 રૂૂપિયા લઈ લેતા આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે બોડકદેવ વિસ્તારમાં રહેતા અને જમીન તથા શેરબજારમાં રોકાણનું કામ કરતા 42 વર્ષીય ફરિયાદી ચિંતનભાઈ રાજેન્દ્રભાઈ રામીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, ફેબ્રુઆરી 2022માં તેઓનો સંપર્ક બોડકદેવ ખાતે ક્ધસ્ટ્રક્શન અને જમીન ક્લિયરન્સનું કામ કરતા આરોપીઓ દીપકભાઈ હીરપરા, હર્ષલ હીરપરા અને જિગ્નેશ હીરપરા સાથે થયો હતો. આરોપીઓએ જમીનના વિવાદો ક્લિયર કરી આપવાની ખાતરી આપી હતી અને તે માટેના ખર્ચને પહોંચી વળવા ફરિયાદીની જમીન 40,00,00,000 રૂૂપિયાના ઉચક ભાવે વેચાણ રાખવાનું નક્કી કર્યું હતું. જોકે, દસ્તાવેજ કર્યા બાદ આરોપીઓએ આશરે 25,00,00,000 રૂૂપિયા જ ચૂકવ્યા હતા અને બાકીના 15,00,00,000 રૂૂપિયા જમીન ક્લિયર કરવાના રોકડ વ્યવહારોના બહાને પોતાની પાસે રાખી લીધા હતા અને ફરિયાદીની સહીઓવાળા વાઉચરો મેળવી લીધા હતા.

ઓક્ટોબર 2022 અને 2023 દરમિયાન આરોપીઓએ વધુ 56,000 ચોરસ વાર જમીન ક્લિયર કરવા માટે અડધો ભાગ વેચાણ રાખવાનો કરાર કર્યો હતો. આ જમીનની કુલ કિંમત 120,00,00,000 નક્કી થઈ હતી. જેમાં ફરિયાદીના ભાગના 60,00,00,000માંથી આરોપીઓએ માત્ર 33,00,00,000 ચૂકવ્યા અને 27,00,00,000 બાકી રાખ્યા. આ ઉપરાંત અન્ય સર્વે નંબરોના વેચાણમાં પણ 36,84,99,487ની રકમમાંથી 16,92,16,487 ચૂકવ્યા ન હતા.

ફરિયાદીએ જ્યારે બાકીના નાણાં માંગ્યા ત્યારે આરોપીઓએ લાલચ આપી હતી કે આ રકમ તેઓ આ જમીન પર બનનારી નવી ક્ધસ્ટ્રક્શન સ્કીમમાં રોકાણ તરીકે ગણી લેશે અને મોટો નફો આપશે. આ વિશ્વાસમાં લઈને આરોપીઓએ તમામ જમીનોના દસ્તાવેજો પોતાના નામે કરાવી લીધા હતા.

તમામ દસ્તાવેજો થઈ ગયા બાદ આરોપીઓએ સ્કીમમાં રોકાણ અંગેનું કોઈ લેખિત લખાણ ફરિયાદીને કરી આપ્યું ન હતું. જ્યારે ફરિયાદીએ પોતાની બાકી નીકળતી રકમ અને રોકાણના લખાણની અવારનવાર માંગણી કરી ત્યારે આરોપીઓએ હિસાબ આપવાનો ઇનકાર કર્યો હતો અને જમીન ક્લિયર કરવામાં 90,00,00,000 રૂૂપિયાનો ખોટો ખર્ચ ઉધારી દીધો હતો. આમ, આરોપીઓએ જમીન ક્લિયર કરવાના નામે અને સ્કીમમાં મોટા નફાની લાલચ આપીને ફરિયાદીની કુલ 58,92,16,487 રૂૂપિયા પોતાના અંગત લાભ માટે રાખી લઈ છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *