મોરબીમાં કબીર આશ્રમ પાછળ સતનામ સોસાયટીમાં રહેતા 43 વર્ષીય વેપારીએ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.
મોરબીના વાવડી ગામ નજીક કબીર આશ્રમ પાછળ સતનામ સોસાયટી શેરી નં 01 ના રહેવાસી પ્રભુભાઈ નાથાભાઈ વાંક (ઉ.વ.43) નામના વેપારીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી એમ્બુલન્સ મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા સરકારી હોસ્પીટલના તબીબે મૃત જાહેર કર્યા હતા મોરબી એ ડીવીઝન પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી કોર્ટ કચેરીમાં યુવક ઉપર પાઇપ વડે હુમલો
નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે અગાઉ કોર્ટ કચેરીમાં ખોટી રીતે ખર્ચ બાબતે બે અજાણ્યા સહિતના ત્રણ ઇસમોએ યુવાનને ગાળો આપી પાઈપ વડે માર મારી અપહરણ કરી એકટીવા પડાવી લઈને જાતી પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન સામે બૌદ્ધનગરમાં રહેતા શૈલેષ તુલસીભાઈ મુછડીયા (ઉ.વ.28) વાળાએ આરોપીઓ અહેમદ મેમણ રહે વિસીપરા મોરબી અને બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી અહેમદ મેમણને ખોટી રીતે અગાઉ પોતાને કોર્ટ કચેરીમાં ફરિયાદીને કારણે ખર્ચો થયેલ જે ખર્ચ આપવો પડશે કહીને અહેમદ અને બે અજાણ્યા ઇસમોએ યુવાનને માર મારી ગાળો આપી પ્લાસ્ટિક પાઈપ વડે મુંઢ ઈજા કરી હતી અને નજરબાગ રેલ્વે સ્ટેશન પાસેથી યુવાનનું અપહરણ કરી એકટીવા જીજે 36 બીએ 0643 બળજબરીપૂર્વક પડાવી લઈને યુવાનને જાતી પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
