દિવાળી બાદ શેરબજારમાં તેજી યથાવત્: સેન્સેક્સ 639 અને નિફ્ટી 166 પોઈન્ટ ઉછળ્યો

  આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. બજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઉછાળો આવ્યો હતો. બજારમાં…

 

આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. બજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઉછાળો આવ્યો હતો. બજારમાં સકારાત્મક માહોલ વચ્ચે રોકાણકારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.

BSE સેન્સેક્સ ખુલતાની સાથે જ 600 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી પણ લગભગ 130 પોઈન્ટના વધારા સાથે શરૂ થયો હતો. લાર્જ-કેપ શ્રેણીમાં, ભારતી એરટેલ, એશિયન પેઇન્ટ્સ અને ટ્રેન્ટ જેવા શેરોમાં બજાર ખુલતાની સાથે જ મજબૂત ગતિ જોવા મળી હતી.

BSEનો સેન્સેક્સ 218 પોઈન્ટના વધારા સાથે 81,810ના સ્તરે ખુલ્યો હતો. ત્યારબાદ કારોબાર દરમિયાન સેન્સેક્સ 82,231ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સમાં કુલ 639 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.

બીજી તરફ NSEનો નિફ્ટી પણ 25,206ના સ્તરે ખુલ્યો હતો. કારોબાર દરમિયાન નિફ્ટીએ 25,310ની સપાટી વટાવી હતી. નિફ્ટીમાં પણ 166 પોઈન્ટની તેજી નોંધાઈ હતી.

શરૂઆતના કારોબારમાં લાર્જ-કેપ શ્રેણીમાં સારું પ્રદર્શન કરનારા શેરોમાં ભારતી એરટેલ (+2.70%), એશિયન પેઇન્ટ્સ (+2.40%), ટ્રેન્ટ (+1.50%), SBI (+1.35%) અને કોટક બેંક (+1.30%) નો સમાવેશ થાય છે, જેમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. દરમિયાન, BSE મિડકેપ શ્રેણીમાં, APL અપોલો (2%) અને આલ્કેમ (1.30%) ના શેરોમાં વધારો નોંધાયો હતો. સ્મોલકેપ શ્રેણીમાં, એથર એનર્જી (2.60%), PPL ફાર્મા (2.20%) અને KPR મિલ (2.10%) ના શેરોમાં તેજી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *