જેની પાસે જે ચીજ બહુ કીમતી હોય એ કદી ગુમ ન થઈ જાય એ માટે એનો ઇન્શ્યોરન્સ લેવાની પ્રથા સેલિબ્રિટીઝમાં ઘણાં વર્ષોથી પડી છે. બ્રિટિશ ઍક્ટ્રેસ કમ સિંગર સિન્થિયા એરિવોએ તાજેતરમાં આવું જ કંઈક કર્યું છે. સિન્થિયા તાજેતરમાં એક માઉથવોશ બ્રેન્ડનો ચહેરો બની છે અને વોશ યોર માઉથના નામે અભિયાન ચલાવે છે. ઑસ્કરમાં નોમિનેટ થઈ ચૂકેલી આ અભિનેત્રીનું માનવું છે કે તેનું સ્માઇલ બહુ સુંદર છે એટલે જ તે માઉથ વોશની બ્રેન્ડ ઍમ્બેસેડર બની શકી છે.
તેના સ્માઇલ અને ખાસ કરીને આગળના મુખ્ય બે દાંત વચ્ચેના ગેપને કારણે તેનું સ્માઇલ હોલીવુડમાં ખૂબ વખણાયેલું છે. એ જ કારણોસર તેણે પોતાના મોંનો વીસ લાખ ડોલર એટલે કે લગભગ 16.5 કરોડ રૂૂપિયાનો વીમો ઊતરાવ્યો છે. તેણે ખાસ દાંતોવાળા સ્માઇલ અને અવાજની રક્ષા કરવા માટે આ કદમ ઉઠાવ્યું છે.
