બ્રિક્સ દેશોએ વેપાર સામેના 10 અવરોધો દૂર કરવા જોઇએ: મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BRICS Business Forumને સંબોધિત કરતાં વેપાર અને રોકાણને વધુ સરળ બનાવવા માટે BRICS દેશોને સાથે મળીને કામ કરવાની અપીલ કરી હતી. તેમણે…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BRICS Business Forumને સંબોધિત કરતાં વેપાર અને રોકાણને વધુ સરળ બનાવવા માટે BRICS દેશોને સાથે મળીને કામ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે વિશ્વભરમાં વેપારના અવરોધો વધી રહ્યા છે ત્યારે BRICS દેશોએ વ્યવસાય માટેના અવરોધો ઘટાડવા અને એકબીજા માટે નવી તકો ઊભી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે કહ્યું કે જ્યારે BRICSની શરૂૂઆત થઈ ત્યારે તેમાં માત્ર ચાર દેશો હતા, પરંતુ આજે આ જૂથ 21 દેશોનો પરિવાર બની ગયું છે. BRICS દેશો હવે વિશ્વની લગભગ 50% વસ્તી અને 40% વૈશ્વિક GDPનું પ્રતિનિધિત્વ કરે છે.

પીએમ મોદીએ ઇછઈંઈજની વધતી આર્થિક શક્તિનો ઉલ્લેખ કરતાં કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વની કુલ ૠઉઙ માં લગભગ અઢી ગણો વધારો થયો છે, જ્યારે BRICS દેશોની સંયુક્ત ૠઉઙ લગભગ સાડા ચાર ગણી વધી છે. એટલે કે BRICS દેશોની આર્થિક શક્તિમાં થયેલો વધારો બાકીના વિશ્વની સરખામણીએ લગભગ બમણી ઝડપે થયો છે.

પીએમ મોદીએ કહ્યું કે ઇછઈંઈજનો વધતો વ્યાપ, ઝડપ અને આશાવાદ આ ફોરમમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. ભારતમાં આયોજિત આ BRICS Business Forum અત્યાર સુધીનું સૌથી મોટું ફોરમ છે. તેમણે કહ્યું કે, આજે જ્યારે સમગ્ર વિશ્વમાં વેપારના અવરોધો વધી રહ્યા છે, ત્યારે ભારત આર્થિક સેતુ બનાવવાનું કામ કરી રહ્યું છે. પીએમ મોદીએ જણાવ્યું કે વર્ષ 2014થી ભારતે લગભગ 40 દેશો સાથે મુક્ત વેપાર કરારો કર્યા છે. તેમણે કહ્યું કે ભારતનો અભિગમ વેપારના અવરોધો ઘટાડવા અને વ્યવસાયો માટે નવી તકો વધારવા પર કેન્દ્રિત છે. આ જ અભિગમ હેઠળ ભારતના BRICS અધ્યક્ષપદ દરમિયાન કૃષિ, આરોગ્ય, કૌશલ્ય વિકાસ અને સ્માર્ટ ગ્રીડ જેવા વિવિધ ક્ષેત્રોમાં સહયોગ માટે નવા નેટવર્ક વિકસાવવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *