ડોલરને સ્થાનિક ચલણમાં વેપારથી કચડી દેવા મોદીનો રણટંકાર

BRICSના 18માં વાર્ષિક સંમેલનમાં રશિયા-ચાઇના સાથે મળીને વૈશ્ર્વિક વેપારમાં અમેરિકન ચલણના એકચક્રીય શાસનને તોડવા પહેલ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આજથી BRICS સંમેલનનો સતાવાર પ્રારંભ…

BRICSના 18માં વાર્ષિક સંમેલનમાં રશિયા-ચાઇના સાથે મળીને વૈશ્ર્વિક વેપારમાં અમેરિકન ચલણના એકચક્રીય શાસનને તોડવા પહેલ

નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આજથી BRICS સંમેલનનો સતાવાર પ્રારંભ થયો છે. વિશ્ર્વના દેશોના વડાઓ ભારતના મહેમાન બન્યા છે ત્યારે વડાપ્રધાને તમામને ભારત મંડપમ ખાતે આવકારીને બપોરે શીખર સંમેલનનો સતાવાર પ્રારંભ કર્યો હતો. પોતાની યજમાનીના ભાષણમાં વડાપ્રધાને BRICS દેશોની તાકાત વધારવા માટે 10 મુદ્દાનો કાર્યક્રમ પ્રસ્તાવીત કર્યો હતો અને અત્યાર સુધીમાં જ્યારે પણ વિશ્ર્વને સંકટનો સામનો કરવો પડે ત્યારે BRICS દેશો આગળ હોવાનુ જણાવ્યુ હતુ પરંતુ જ્યારે નિર્ણયની ભૂમિકામાં ઉતરવાનુ થાય ત્યારે BRICS દેશો પાછળ રહેતા હોવાનો વસવસો વ્યકત કર્યો હતો. આ સાથે જ ગઇકાલે BRICS દેશોના ફાયનાન્સ સેક્રેટરીઓની મીટિંગમાં ડોલર સામે સ્થાનિક ચલણમાં BRICS દેશો વચ્ચે વેપાર કરવાનો પણ ઠરાવ પસાર કરાયો છે.

BRICS દેશોએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નારાજગી છતાં પોતાની કરન્સીમાં વેપાર વધારવા મોટું પગલું ભર્યું છે. ભારતની આગેવાનીમાં મળેલી બેઠકમાં તમામ સભ્ય દેશો વચ્ચે સ્થાનિક મુદ્રામાં જ લેણ-દેણ કરવા સહમતિ સધાઈ છે. આ નિર્ણયથી અમેરિકન ડોલરના વર્ચસ્વ સામે મોટો પડકાર ઉભો થયો છે. BRICS દેશોએ IMF જેવી સંસ્થાઓમાં સુધારાની પણ માંગ કરી.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નારાજગી છતાં બ્રિક્સ દેશોએ પોતાની કરન્સીમાં વેપાર વધારવા તરફ મોટું પગલું ભર્યું છે. ભારતની આગેવાનીમાં મળેલી બ્રિક્સ દેશોના નાણા મંત્રીઓ અને કેન્દ્રીય બેન્કોના ગવર્નરોની બેઠકમાં તમામ સભ્ય દેશો વચ્ચે સ્થાનિક મુદ્રા (લોકલ કરન્સી)માં જ લેણ-દેણ કરવા પર સહમતિ સધાઈ છે. આ પગલાથી અમેરિકન ડોલરના વર્ચસ્વ સામે મોટો પડકાર ઊભો થઈ રહ્યો છે, જેનાથી ડોનાલ્ડ ટ્રમ્પ સૌથી વધુ નારાજ થાય છે.

બેઠક બાદ જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કઝાન અને રિયો ઘોષણાપત્રના માર્ગદર્શન હેઠળ ક્રોસ બોર્ડર પેમેન્ટ સિસ્ટમ બનાવવા અને તેનો વ્યવહારુ ઉકેલ શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ વ્યવસ્થા હેઠળ પેમેન્ટ અને મેસેજ મોકલવાના માધ્યમોને એકબીજાના અનુકૂળ બનાવવાનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ સાથે જ બ્રિક્સ દેશોની સ્થાનિક મુદ્રાઓનો ઉપયોગ કરીને વેપારના પેમેન્ટ અને રોકાણને પ્રોત્સાહન આપવા પર વિશેષ ચર્ચા કરવામાં આવી છે.

બ્રિક્સ દેશોએ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓને વધુ પારદર્શક અને જવાબદાર બનાવવા પર ભાર મૂક્યો છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(ઈંખઋ) અને વર્લ્ડ બેન્ક જેવી બ્રેટન વૂડ્સ સંસ્થાઓની વિશ્વસનીયતા વધારવા તથા તેમાં તાત્કાલિક સુધારા કરવાની જરૂૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, ન્યૂ ડેવલપમેન્ટ બેન્ક(ગઉઇ) દ્વારા સ્થાનિક મુદ્રામાં ફાઇનાન્સિંગનો વિસ્તાર કરવા અને સભ્ય દેશોમાં ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ બ્રિક્સ દેશો દ્વારા લોકલ કરન્સીમાં વેપાર કરવાની વાત પર સખત નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે જો કોઈ દેશ ડોલરને પડકારવાનો પ્રયાસ કરશે તો તેના પર 500 ટકા સુધીનો ટેરિફ લાદવામાં આવશે. તેમ છતાં બ્રિક્સ દેશો દ્વારા ફરીથી લોકલ કરન્સીમાં કારોબારને આગળ વધારવાનો નિર્ણય લેવાતા ટ્રમ્પ માટે આ મોટો ઝટકો સાબિત થઈ શકે છે.

બ્રિક્સ સંયુક્ત ઘોષણાપત્રમાં અમેરિકાનું નામ લીધા વગર એકપક્ષીય યુધ્ધની નિંદા
BRICS દેશોનું જૂથ એક સંયુક્ત ઘોષણાપત્ર પર સહમત થયું છે. આ ઘોષણાપત્રમાં કોઈ ચોક્કસ દેશનું નામ લેવાની શક્યતા નથી, પરંતુ તેમાં કોઈપણ દેશ દ્વારા કરવામાં આવતા એકપક્ષીય યુદ્ધની નિંદા કરવામાં આવશે. બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઈરાન અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ કરતા આ જૂથની વાર્ષિક સમિટ આ સપ્તાહના અંતે નવી દિલ્હીમાં યોજાઈ રહી છે. સભ્ય દેશોના પ્રતિનિધિઓ ઈરાન અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચેના મતભેદોને દૂર કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે – જેઓ ગલ્ફ સંઘર્ષમાં સામસામા મોરચે છે. જેથી સર્વસંમતિથી ઘોષણાપત્ર તૈયાર કરી શકાય. સૂત્રોએ જણાવ્યું હતું કે દેશોના નેતાઓ શનિવારે આ ઘોષણાપત્રને મંજૂરી આપે તેવી અપેક્ષા છે. સંયુક્ત ઘોષણાપત્ર તૈયાર કરવામાં ભારતે મોટી ભુમીકા નિભાવી છે. શરૂઆતમાં માનવામાં આવતું હતું કે આવું કોઇ નિવેદન બહાર પાડવામાં નહીં આવે. પરંતુ આખરે ભારતની કુટનીતી સફળ રહી છે.

બ્રિક્સ કોઇની વિરૂધ્ધમાં નહીં પરંતુ સૌને સાથે લઇ ચાલવાનો પ્રયાસ: મોદી
આવનારા 20 વર્ષ માટે નવો એજન્ડા તૈયાર કરવાની હિમાયત
PM મોદીએ BRICS સમિટ 2026ના સત્તાવાર પ્રારંભની જાહેરાત કરી. તેમણે કહ્યું કે BRICS કોઈના વિરુદ્ધ નથી, પરંતુ બધાને સાથે લઈને ચાલવાનો પ્રયાસ કરે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BRICS સમિટમાં તમામ નેતાઓનું ભારતમાં સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે ભારતની BRICS અધ્યક્ષતાનું ધ્યાન સામાન્ય લોકો અને માનવતાને સૌથી આગળ રાખવા પર રહ્યું છે. મોદીએ કહ્યું કે ભારતે લવચીકતા, નવીનતા, સહયોગ અને ટકાઉ વિકાસને પોતાની પ્રાથમિકતા બનાવી. સાથે જ, ઇછઈંઈજના કામકાજને સામાન્ય લોકો સાથે જોડવા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે ભારતની અધ્યક્ષતા દરમિયાન 350થી વધુ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન BRICS દેશોની ટીમોનું લગભગ 30 શહેરોમાં સ્વાગત કરવામાં આવ્યું. બ્રિક્સે છેલ્લા 20 વર્ષમાં વૈશ્વિક મંચ પર પોતાની વિશિષ્ટ ઓળખ બનાવી છે. આપણે એકબીજાના દૃષ્ટિકોણનું સન્માન કરીએ છીએ અને સર્વસંમતિથી આગળ વધીએ છીએ. આપણે સૌને સાથે લઈને આગળ વધવાનો પ્રયાસ કરીએ છીએ. સમય છે કે આપણે બ્રિક્સમાં આપણી એકતા અને સહમતિને વૈશ્વિક મંચમાં
નક્કર પરિણામોમાં બદલીએ.
આગામી 20 વર્ષ માટે આપણે મહત્વાકાંક્ષી એજન્ડા પર કામ કરવું પડશે. તેની શરૂૂઆત આપણે પોતાની કાર્યપ્રણાલીથી કરવી પડશે. બ્રિક્સની અધ્યક્ષતા દર વર્ષે બદલાય છે, પરંતુ તેના કારણે આપણી સંસ્થાકીય વૃદ્ધિ અટકવી ન જોઈએ.
બ્રિક્સને મજબૂત કરતાં આપણે ગ્લોબલ રિફોર્મની દિશા પણ નક્કી કરવી પડશે. ગ્લોબલ ગવર્નન્સનું વર્તમાન માળખું એક પિરામિડ જેવું દેખાય છે. તેના ઉપલા ભાગમાં સત્તા અને નિર્ણય લેવાની પ્રક્રિયા કેન્દ્રિત છે. અને નીચે એવા દેશો છે, જે આ નિર્ણયોથી પ્રભાવિત તો થાય છે, પરંતુ તેમના કદને કારણે નિર્ણયોમાં સામેલ થઈ શકતા નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઇછઈંઈજએ આગામી 20 વર્ષ માટે નવો અને મોટો એજન્ડા તૈયાર કરવો જોઈએ. તેમણે કહ્યું કે દર વર્ષે ઇછઈંઈજનું અધ્યક્ષપદ બદલાય છે, પરંતુ તેનાથી સંગઠનના કામની ગતિ અટકવી ન જોઈએ.
મોદીએ ઇછઈંઈજમાં કામકાજ ચાલુ રાખવા અને નિર્ણયોના અમલીકરણ પર દેખરેખ રાખવા માટે એક કાયમી વ્યવસ્થા બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. આના દ્વારા, અલગ-અલગ દેશોનું અધ્યક્ષપદ બદલાયા પછી પણ જૂના નિર્ણયો પર કામ ચાલુ રાખી શકાશે. તેમણે એક સુરક્ષિત ડિજિટલ રેકોર્ડ બનાવવાનું પણ સૂચન કર્યું. જેમાં દરેક નિર્ણયની જવાબદારી કોની છે, તેને ક્યાં સુધીમાં પૂરો કરવાનો છે અને તેના પર કેટલું કામ થયું છે, તેની માહિતી નોંધવામાં આવશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *