CCTV નું ડીવીઆર પણ ઉઠાવી ગયા તસ્કરો : શોધખોળ
જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલા એક કારખાનાને પરમદીને રાત્રિ દરમિયાન કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને કારખાનામાંથી પિત્તળ નો માલ સામાન સહિત રૂૂપિયા 3,55.000 ની માલમતા ચોરી કરી ગયાનું પોલીસમાં જાહેર થયું છે. તસ્કરો સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ઉઠાવી ગયા હોવાથી પોલીસ અન્ય કેમેરાની મદદથી શોધી રહી છે.
જામનગરમાં રણજીત સાગર રોડ પર પટેલ પાર્ક શેરી નંબર -7 માં રહેતા અને દરેક જીઆઇડીસી ફેઇસ -2 માં હિન્દુસ્તાન બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું ધરાવતા નીતિનભાઈ દામજીભાઈ રાબડીયા નામના કારખાનેદાર ના બંધ કારખાના ને પરમદીને રાત્રે કોઈ નિશાન બનાવી લીધું હતું, અને કારખાનાના તાળા તોડી અંદર પ્રવેશ મેળવી લીધો હતો.
જયાં કારખાનામાં તૈયાર રાખેલા 600 કિલો પિત્તળ નો માલ સામાન, કે જે ની કિંમત 3,18,500 તેમજ ઓફિસમાં રાખેલી રૂૂપિયા 32 હજારની રોકડ રકમ ની ચોરી કરી ગયા હતા. સાથે સાથે સીસીટીવી કેમેરાનું ટીવીઆર પણ તસ્કરો ઉઠાવી ગયા હતા.
ઉપરોક્ત ચોરી ના બનાવ અંગે કારખાનેદાર નીતિનભાઈ દામજીભાઈ રાબડીયાએ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના કારખાનામાંથી રૂૂપિયા 3,55,500 ની માલમતા ની ચોરી થઈ ગયા ની ફરિયાદ નોંધાવતાં પોલીસે બનાવના સ્થળે પહોંચી જઈ તપાસ નો દોર આગળ ધપાવ્યો છે. તેમજ આસપાસના વિસ્તારના કારખાનાઓમાં લગાવેલા સીસીટીવી કેમેરા ના આધારે તસ્કરોને શોધવા માટેની કવાયત કરવામાં આવી રહી છે.