શેરબજારમાં બાઉન્સ બેક! સેન્સેકસમાં ઘટેલા મથાળેથી 1405 અંકનો ઉછાળો

ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીનો ગભરાટ બેંકીંગ સેકટરની તેજીએ ધોઇ નાખ્યો, સોનામાં 1500 અને ચાંદીમાં 2000નો વધારો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ આજે સવારે ભારતીય શેરબજાર…

ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીનો ગભરાટ બેંકીંગ સેકટરની તેજીએ ધોઇ નાખ્યો, સોનામાં 1500 અને ચાંદીમાં 2000નો વધારો

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ આજે સવારે ભારતીય શેરબજાર 650 પોઇન્ટ નીચે પડી ગયું હતું. પરંતુ બપોર બાદ બેંક નિફ્ટી અને ફાઇનાન્સ કંપનીના શેરમાં તેજી જોવા મળતા માર્કેટમાં શાનદાર રિકવરી જોવા મળી હતી. એક સમયે 650 પોઈન્ટ નીચે માર્કેટ સરકી ગયું હતું. પરંતુ બપોર બાદ શાનદાર તેજીને કારણે નીચેથી માર્કેટ 1405 પોઇન્ટ ઉપર આવ્યું હતું અને હાલ સેન્સેક્સ 806 ઉપર જોવા મળી રહ્યો છે.

સેન્સેક્સની સાથે નિફ્ટી પણ 210 પોઇન્ટ ઉપર પહોંચી છે બેંક નિફ્ટીમાં 900 પોઈન્ટ નો વધારો જોવા મળ્યો છે જ્યારે મીડ કેપ નિફ્ટી પણ 800 પોઈન્ટ ઉપર જોવા મળી રહી છે. આજે પ્રાઇવેટ અને સરકારી બેંકના સ્ટોકમાં ભારે તેજી જોવા મળી હતી. રિયલ્ટીના શહેરોમાં પણ આજે પોઝિટિવ ટોન જોવા મળ્યો હતો.

નવાઈની વાત તો એ છે કે રિલાયન્સ નો શેર આજે 47 રૂૂપિયા નીચે પહોંચી ગયો છે તેમ છતાં શેરબજાર ઉપર પહોંચી છે. છેલ્લા એક અઠવાડિયામાં રિલાયન્સના શેરમાં ₹120 નો કડાકો બોલી ગયો છે.

બીજી બાજુ સોના ચાંદીમાં પણ આજે શરૂૂઆતના તબક્કામાં કોઈ મોટી વધઘટ જોવા મળી ન હતી પરંતુ અત્યારે સોનામાં 1500 રૂૂપિયા અને ચાંદીમાં 2000 રૂૂનો વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટની હાજર બજારમાં સોનાનો ભાવ 1,54,000 અને ચાંદીનો ભાવ બે લાખ 44 હજાર સુધી પહોંચ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *