ગુજરાત હાઈકોર્ટમાં વધુ એક વખત બોંબની ધમકી, વકીલો-અરજદારોને એન્ટ્રી બંધ

તમિલનાડુમાં અજીતકુમારને ખોટી રીતે ચોરીમાં પકડી હત્યા કરાયાનો ઈમેલ અમદાવાદના સોલા વિસ્તારમાં સ્થિત ગુજરાત હાઇકોર્ટ અને નવરંગપુરામાં સ્થિત અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઇ-મેલ મારફતે બોમ્બથી ઉડાવવાની…

તમિલનાડુમાં અજીતકુમારને ખોટી રીતે ચોરીમાં પકડી હત્યા કરાયાનો ઈમેલ

અમદાવાદના સોલા વિસ્તારમાં સ્થિત ગુજરાત હાઇકોર્ટ અને નવરંગપુરામાં સ્થિત અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઇ-મેલ મારફતે બોમ્બથી ઉડાવવાની ગંભીર ધમકી મળતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ ધમકી મળતા જ નવરંગપુરા પોલીસ, બોમ્બ અને ડોગ સ્કવોર્ડ દ્વારા તાત્કાલિક ધોરણે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
ગુજરાત હાઇકોર્ટ અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવીદેવાની ધમકીના પગલે કોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. કોર્ટના તમામ ગેટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો અને કોઈપણ વ્યક્તિને કોર્ટમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. સાવચેતીના ભાગરૂૂપે, તમામ વકીલો અને પક્ષકારોને તાત્કાલિક બહાર મોકલી કોર્ટ પરિસર ખાલી કરાવી દેવાયું છે.

આ ધમકીભર્યા ઇ-મેલમાં પાકિસ્તાન અને ISI નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઈમેલમાં જણાવાયું છે કે, ISI એ અન્ય રાજ્યની કોર્ટ અને ન્યાયિક કચેરીઓમાં વિસ્ફોટ કરીને તમિલનાડુ મુદ્દેથી ધ્યાન હટાવવાનું નક્કી કર્યું છે.
વધુમાં, ઈમેલમાં લખ્યું છે કે અજમલ કસાબ એક આતંકવાદી હતો, પરંતુ તમિલનાડુમાં અજીત કુમાર નામના વ્યક્તિની ખોટી રીતે ચોરીના કેસમાં માર મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનો બદલો લેવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું હોવાનો ઉલ્લેખ આ ઇમેલમાં કર્યો છે.

અમદાવાદ ઉપરાંત, રાજ્યના અન્ય ભાગોમાં પણ આવી જ ધમકી મળી છે. અમરેલી જિલ્લા કોર્ટ અને દાહોદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ મેઈલ મળતા જ સમગ્ર ન્યાયિક પરિસરમાં દોડધામ મચી ગઈ હતી.

પોલીસ તંત્ર તરત જ સક્રિય બન્યું હતું. સુરક્ષાના કારણોસર આ બંને જિલ્લાની કોર્ટ પરિસરને પણ તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા આ ઇમેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે દિશામાં ઉંડી તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *