રણબીર કપૂર, કરણ જોહર, જેકી શ્રોફ, અદનાન સામી, સુભાષ ઘાઈ, પ્રસુન્ન જોષી વગેરેની હાજરી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 100મી વર્ષગાંઠ નિમિત્તે મુંબઈમાં બે દિવસીય ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંઘ યાત્રા: ન્યૂ હોરાઇઝન્સ નામના આ કાર્યક્રમમાં સમાજના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ સાથે બોલિવૂડની જાણીતી હસ્તીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
પ્રથમ દિવસે, સલમાન ખાન અને રણબીર કપૂર જેવા સુપરસ્ટાર્સની હાજરીએ કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ ઉમેર્યું હતું. તેમની સાથે મોહીત સુરી, સુભાષ ઘાઈ, મહાવીર જૈન, ઓમ રાઉત, વિક્રમ મલ્હોત્રા અને ગીતકાર પ્રસૂન જોશી પણ હાજર રહ્યા હતા. તમામ મહેમાનોએ છજજ વડા મોહન ભાગવતના વિચારોને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા.
બીજા દિવસે, 8 ફેબ્રુઆરીએ, બોલિવૂડની અનેક અગ્રણી હસ્તીઓ કાર્યક્રમમાં જોડાઈ હતી. આ દિવસે કરણ જોહર, જેકી શ્રોફ, ગાયક અદનાન સામી, ટીવી અભિનેત્રી રૂૂપાલી ગાંગુલી અને અભિનેતા વિકી કૌશલ જેવા જાણીતા નામો જોવા મળ્યા હતા. આ સાથે 90ના દાયકાની લોકપ્રિય અભિનેત્રીઓ શિલ્પા શેટ્ટી અને રવિના ટંડન પણ કાર્યક્રમમાં હાજર રહી હતી.
સંગીત નિર્દેશક પ્રીતમ ચક્રવર્તી, અભિનેતા વિનીત કુમાર સિંહ તેમજ ફિલ્મ નિર્માતાઓ નિતેશ તિવારી, અમર કૌશિક, અમિત શર્મા, રમેશ તૌરાની, આનંદ પંડિત, મધુર ભંડારકર, મહેશ માંજરેકર અને આનંદ એલ. રાય સહિત અનેક જાણીતા ચહેરાઓએ પણ બીજા દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં ફક્ત અનુભવી અને વરિષ્ઠ કલાકારો જ નહીં, પરંતુ યુવા પેઢીની અભિનેત્રી અનન્યા પાંડે પણ હાજર રહી હતી. અનન્યા કરણ જોહરની બાજુમાં બેઠેલી જોવા મળી હતી. બંને હાલમાં વિવેક સોની દ્વારા નિર્દેશિત રોમેન્ટિક ફિલ્મ ચાંદ મેરા દિલ પર સાથે કામ કરી રહ્યા છે.
આ ફિલ્મમાં અનન્યાની સામે લક્ષ્ય લાલવાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જેમણે ફિલ્મ કિલ અને વેબ સિરીઝ ધ બેડ્સ ઓફ બોલિવૂડમાં અભિનય કર્યો છે. છજજના શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં બોલિવૂડની વ્યાપક હાજરીએ ખાસ ધ્યાન ખેંચ્યું છે અને કાર્યક્રમને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બનાવી દીધો છે.
