ભાવનગરના સુરકા ગામે કૂવામાં પડી ગયેલ યુવતીનો મૃતદેહ 36 કલાક બાદ મળ્યો

  ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના મોટા સુરકા ગામે એક વાડીના ઉંડા કુવામાં યુવતી કુવામાં પડી ગઈ હતી. જેને ફાયર બ્રિગેડના સ્ટાફે 36 કલાક ની જહેમત…

 

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના મોટા સુરકા ગામે એક વાડીના ઉંડા કુવામાં યુવતી કુવામાં પડી ગઈ હતી. જેને ફાયર બ્રિગેડના સ્ટાફે 36 કલાક ની જહેમત બાદ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.આ બનાવની મળતી વિગતો પ્રમાણે સિહોર તાલુકાના મોટા સુરકા ના રામભાઈ ભાવજીભાઈ જસાની ની વાડીમાં ભાગિયા તરીકે પરિવારની હેતલબેન ધાસાભાઈ ડાભી (ઉ.વ. 21) રવિવારે વાડીમાં 225 ફૂટ ઊંડા કુવામાં અકસ્માતે પડી ગઈ હતી. જેની જાણ સિહોર નગરપાલિકાના ફાયર સ્ટાફને કરવામાં આવતા સિહોર નગરપાલિકાના ફાયર સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી યુવતીને શોધવાની કામગીરી કરી હતી પરંતુ મોડી રાત સુધી સફળતા નહીમળતા અંતે તળાજા અને ભાવનગરની ફ્રાયર ટીમને બોલવવામાં આવી હતી.

225 કુટ ઉંડા કુવામાં 125 ફુટ સુધી પાલી ભરેલું હતું. કાયર વિભાગ દ્વારા કુવાનું પાણી ખાલી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ કુવામાં પાણીનો પ્રવાહ શરૂૂ હોવાથી કુવો ખાલી થઈ શકતો નહોતો. અંતે ગત રાત્રે કામગીરી પડતી મુકાઈ હતી. દરમિયાનમાં આજે સવારે 36 કલાક ની બાદ યુવતીનો મૃતદેહ મળી આાવતા પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઈ હતી. પોલીસે સ્થળ પર પહોંચી જરૂૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *