બગસરામાં આજે સવારના સમયે પ્રેરણાક વિસ્તારને અધૂરા બાંધકામ વાળા મકાનમાંથી પ્રેમી યુગલના મૃતદેહ દેહ મળી આવતા લોકોમાં ચકચાર મચી જવા પામી હતી.વિગત અનુસાર બગસરા પોલીસ સ્ટેશનમાં બે દિવસ અગાઉ દેવીપુજક ભાદાભાઈ વાઘેલા રહેવાથી નટવર નગર બગસરા દ્વારા તેમની પુત્રી મિરલ કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ભાગી ગયા હોવાની ફરિયાદ પોલીસમાં કરેલ હતી પોલીસ હજુ આ બાબતે તપાસ કરે તે પૂર્વે જ બુધવારની સવારે શહેરના રહેણાંક વિસ્તાર નીલકંઠ નગર સોસાયટીમાં, ડાંગીયા પીર જવાના રસ્તા પર અધૂરા બાંધકામ વાળા જીતેશ કનુભાઈ ઝાલા ના મકાન માંથી ભાદાભાઈ વાઘેલાની પુત્રી મિરલ ઉંમર વર્ષ 21 તથા કુકાવાવ રહેવાસી કિશન બાબકુભાઈ ચારોલીયા ઉંમર વર્ષ 25 ના મૃતદેહ મળી આવેલા હતા.
પ્રેમમાં એક ન થઈ શકતા એક જ દોરીને બે તાંતણે બંધાઇ આત્મહત્યા કરી ને મોત મીઠું કર્યું હતું. આ બાબતે બગસરા પીઆઇ સાલુકે જણાવ્યા મુજબ બંને વ્યક્તિએ ઘર પરિવાર લગ્ન માટે સંમત ન થતા આત્મહત્યા કરી લીધી હોવાનું જણાવ્યું હતું જોકે મૃતદેહ જે સ્થિતિમાં મળી આવેલ હતા તેનાથી લોકોમાં હત્યા કે આત્મહત્યા તેવી અનેક ચર્ચાઓ શરૂૂ થઈ છે.