બગસરા પીજીવીસીએલ દ્વારા થાંભલા પર ગેરકાયદેસર જાહેરાતમાં બોર્ડનું કૌભાંડ

બગસરા પીજીવીસીએલ દ્વારા ગેરકાયદેસર રીતે પીજીવીસીએલના થાંભલા પર જાહેરાતના બોર્ડ જોવા મળ્યા છે મળતી વિગત મુજબ બગસરા પીજીવીસીએલ એ તો માજા મૂકી છે જાહેરાત ના…

બગસરા પીજીવીસીએલ દ્વારા ગેરકાયદેસર રીતે પીજીવીસીએલના થાંભલા પર જાહેરાતના બોર્ડ જોવા મળ્યા છે મળતી વિગત મુજબ બગસરા પીજીવીસીએલ એ તો માજા મૂકી છે જાહેરાત ના બોર્ડ મુકેલા જોવા મળ્યા છે અલગ અલગ જગ્યાએ થાંભલા ઉપર ગેરકાયદેસર રીતે પીજીવીસીએલ નું કોભાન્ડ છતું થયું છે તાજેતરમાં જ પીજીવીસીએલના એન્જિનિયર મહિડાની ઘોર બેદરકારી જોવા મળી છે.

બગસરાના જાગૃત નાગરિક દિનેશભાઈ હડીયલ દ્વારા માહિતી એકત્રિત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ પીજીવીસીએલ અને નગરપાલિકા સાથે કોમ્બિંગ કરી ગેરકાયદેસર રીતે આવા જાહેરાતના બોર્ડ મૂકી મોટું કોભાંડ કરવાનું ષડયંત્ર કરેલ છે તાજેતરમાં નગરપાલિકા પાસે આ થાંભલા અને બોર્ડ મુકવા અંગે માહિતી માંગેલ જેને અનુસંધાને તેમને માહિતી આપવામાં આવી હતી કે પીજીવીસીએલના થાંભલા ઉપર આ બોર્ડ મૂકી ફિક્સ દર મહિને પૈસા ઉઘરાવવાનું ષડયંત્ર જાણવા મળેલ છે.

તેમ પ્રેસ મીડિયાને જણાવ્યું હતું તેમજ આ બાબતે સરકારમાંથી તપાસ કરવામાં આવે તો પીજીવીસીએલના અધિકારીઓ તેમજ આની સાથે જોડાયેલ કર્મચારી ઓ બદલી સાથે સસ્પેન્ડ થાય તોય નવાઈ નથી. અને આ બાબતે તપાસ કરવાની આવે તો ના છૂટકે કોર્ટના દરવાજા ખખડાવવા પડશે તે માટે દિનેશભાઈ હડિયલે પ્રેસ મીડિયાને જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *