OPSની માંગ સાથે રાજકોટના 1100 શિક્ષકોએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને લખ્યા પોસ્ટકાર્ડ: એક સપ્તાહ સુધી અભિયાન ચલાવવાનું એલાન
જુની પેન્શન યોજનાની માંગ સાથે સરકારી કર્મચારીઓ દ્વારા સમયાંત્તરે આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તા.1 એપ્રિલે સરકાર નવી પેન્શન યોજનાની અમલવારી કરશે જેના વિરોધમાં રાજકોટના 1100 શિક્ષકોએ અભિયાન છેડયું છે અને સરકારને પોસ્ટકાર્ડ લખી જુની પેન્શન યોજના શરૂ રાખવા માંગ કરી છે. યોગ્ય નિર્ણય નહીં લેવાય તો તા.1 એપ્રિલે બ્લેક ડે ઉજવવામાં આવશે અને દિલ્હીના જંતર-મંતરમાં ધરણાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
નવી સ્કીમ મુજબ શિક્ષકને નિવૃત્તિ બાદ 2000 જેટલું પેન્શન મળે રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષક મંડળના પ્રમુખ દિનેશ સદાદીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષણ મંડળ અને ટીમ ગખ ઘઙજ અંતર્ગત આજે રાજકોટના એનપીએસ કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડના માધ્યમથી પત્ર લખવામાં આવેલો છે. નેશનલ પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવી ત્યારે સરકાર દ્વારા એવું કહેવામાં આવતું હતું કે, શિક્ષકોને હજારો રૂૂપિયા પેન્શન મળશે પરંતુ, હકીકતમાં શિક્ષક ત્યારે હવે નિવૃત્ત થાય છે ત્યારે રૂૂ. 1500 થી 2000 જેટલું પેન્શન મળે છે, જેનાથી તેમનું અને તેમના પરિવારનું ભરણપોષણ થઈ શકતું નથી.
1 મેના રોજ દિલ્હીમાં જંતર મંતર ખાતે એક દિવસના ધરણા કરીશું રાજ્ય સરકાર દ્વારા આગામી 1 એપ્રિલ, 2025થી નવી યુપીએસ પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવનાર છે. જેનો અમે સખત વિરોધ કરી રહ્યા છીએ. જેથી અમે 1એપ્રિલ, 2025 ના બ્લેક ડે મનાવીશુ. આ સાથે જ રાજકોટ જિલ્લા કલેકટર ના માધ્યમથી પ્રધાનમંત્રીને આવેદન પણ આપવામાં આવશે. જે બાદ પણ અમારી માગણી સંતોષવામાં નહીં આવે તો આગામી તા. 1 મે, 2025ના દિલ્હીમાં જંતર મંતર ખાતે એક દિવસના ધરણા કરીશું અને તેમાં દેશભરના શિક્ષકો સહિતના કર્મચારીઓ સાથે અમે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશું. આ રીતે અમારો અવાજ પાર્લામેન્ટ સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરીશું. રાજકોટ મહાનગરના 1100 જેટલા શિક્ષકો દ્વારા આજથી પોસ્ટકાર્ડ લખવાનું શરૂૂ કરવામાં આવ્યું છે. જે એક અઠવાડિયા સુધી ચાલશે. સમગ્ર ગુજરાતમાં ચાલનારા આ અભિયાનનો રાજકોટથી પ્રારંભ થવાનો છે.
આજે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડ લખી માંગણી મૂકી રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 93-ઇમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા નરેશ મહેતાએ જણાવ્યું હતું કે, વર્ષ 2005થી સમગ્ર ભારતમાં નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવેલી છે ત્યારથી અમારા સહિત દરેક સરકારી કર્મચારીઓની એવી માગણી છે કે, જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવામાં આવે. અગાઉ જૂની પેન્શન સ્કીમ અંતર્ગત કર્મચારી જ્યારે નિવૃત્ત થતો ત્યારે તેને માસિક રૂૂ. 60,000થી 70,000 જેટલું પેન્શન આપવામાં આવતું હતું પરંતુ, હવે જ્યારે કોઈ શિક્ષક નવી પેન્શન સ્કીમ અંતર્ગત નિવૃત્ત થાય છે તો તેઓને માત્ર રૂૂ. 1500થી 2000 જેટલું પેન્શન જ આપવામાં આવે છે. જેથી, અમે આજે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પોસ્ટ કાર્ડ લખી અમારી માંગણી મૂકી છે.