ભાજપના સંસ્કારો બદલાઇ રહ્યા છે, કોંગ્રેસ જેવી હાલત થશે

ભાજપની નીતિરીતિ સામે સવાલો ઉઠાવતો પૂર્વ શિક્ષણ મંત્રી નાનુ વાનાણીનો સાત પાનાનો લેટર બોમ્બ વાઇરલ ભાજપની છાપ શિસ્તબદ્ધ પાર્ટી તરીકેની છે. પરંતું હવે પાર્ટીના દબાયેલા…

ભાજપની નીતિરીતિ સામે સવાલો ઉઠાવતો પૂર્વ શિક્ષણ મંત્રી નાનુ વાનાણીનો સાત પાનાનો લેટર બોમ્બ વાઇરલ

ભાજપની છાપ શિસ્તબદ્ધ પાર્ટી તરીકેની છે. પરંતું હવે પાર્ટીના દબાયેલા અવાજ બહાર આવી રહ્યાં છે. આવામાં સુરતના એક નેતા અને રાજ્યના પૂર્વ મંત્રી નાનુ વાનાણીએ લેટર બોમ્બ ફોડીને કહ્યું કે, ભાજપના સંસ્કારો બદલાઈ રહ્યાં છે.

રાજ્યના પૂર્વ મંત્રી નાનુ વાનાણીનો ખુલ્લો પત્ર ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવી રહ્યો છે. તેમણે ભાજપની સ્થિતિ મુદ્દે પત્રમાં આકરા શબ્દો લખ્યાં છે. સાત પાનાના પત્રમાં તેમણે ભાજપ પર વાર કર્યો છે. પત્રમાં પૂર્વ શિક્ષણ મંત્રી નાનું વાનાણીએ કહ્યું કે, ભાજપના સંસ્કારો બદલાઈ રહ્યા છે. વિનાશનો જે સિદ્ધાંત કોંગ્રેસને લાગુ પડ્યો, તે ભાજપને પણ એટલો જ લાગુ પડે છે. અંગ્રેજી વિદ્વાન લોર્ડ મેકોલોએ જણાવ્યું હતું કે, ભારતની સંસ્કૃતિને ખતમ કરીશું તો ભારત આપમેળે ખતમ થઈ જશે. જે સિદ્ધાંત રાષ્ટ્રને લાગુ પડે, તે સિદ્ધાંત ભાજપને પણ તેટલો જ લાગુ પડે. આ સિદ્ધાંત અનુસાર કોંગ્રેસના કેવા હાલ થયા, તે સૌ જાણે છે.હાલ નાનું વાનાણીનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં ભાજપની નીતિ રીતિ સામે સવાલો ઉઠાવ્યા છે. સાત પાનાનો પત્ર લખી તેમણે ભાજપની નીતિ સામે જ કટાક્ષ કર્યો છે.

તેમણે આ પત્ર વિશે નિવેદન આપ્યું કે, હું ભારતીય જનતા પાર્ટીનો એક સમર્પિત કાર્યકર્તા છું. સમર્પિત કાર્યકર્તા હોવાના નાતે પાર્ટીની ચિંતા મને હોય તે સ્વાભાવિક છે. છેલ્લા થોડાક વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીમાં સાંસ્કૃતિક પરિવર્તન આવ્યું. વિકૃત પરિવર્તન કહેવું વધુ વ્યાજબી કહેવાય. વિકૃત પરિવર્તનના લક્ષણો ભારતીય જનતા પાર્ટીમાં દેખાઈ રહ્યા છે. જે ગુજરાતની જનતા સમક્ષ મેં મૂક્યું છે. આ પત્રના માધ્યમ દ્વારા આ મુદ્દા પાર્ટી અને રાજ્યના હિત માટે મૂક્યા છે. આજ પરિવર્તન પાર્ટીમાં રહ્યું તો ભારતીય જનતા પાર્ટી સત્તામાં ટકી રહે તેવી શક્યતા ઓછી છે. વિનાશનો જે સિદ્ધાંત કોંગ્રેસને લાગુ પડ્યો, તે સિદ્ધાંત ભારતીય જનતા પાર્ટીને પણ લાગુ પડે છે.

વર્ષ 2022 માં પણ નાનું વાનાણીના પત્રએ ખળભળાટ મચાવ્યો હતો. વર્ષ 2022 માં વિધાનસભાની ચૂંટણી સમયે ઓછા મતદાન વચ્ચે પણ ભાજપે ઐતિહાસિક 156 બેઠક મેળવી પ્રચંડ જીત મેળવી હતી. ત્યારે પૂર્વ રાજ્યપ્રધાનના લેટરથી ખળભળાટ મચ્યો હતો. તેમણે લખ્યું હતું કે, આપણે ભાજપની હાલત આજે એ કરી છે કે, નરેન્દ્રભાઈ વગરનું ભાજપ જાણે એકડા વગરનું મીંડુ હોય. તેમાં દોષ નરેન્દ્રભાઈનો નહીં, આપણા સૌનો છે. કાર્યકર્તાઓનું મનોબળ ઓછું કરવા માટે નથી. આ વિષ્લેશણ દેવોને પણ દુર્લભ એવા ભાજપના સમર્પિત કાર્યકરોનું મનોબળ કે, મોરલ ઓછું કરવા માટે નથી. તે એ માટે છે કે, ગુજરાત ભાજપના સંગઠનને અરિસા સામે મુકી વર્તમાનની વાસ્તવદર્શી જાણકારી મળી રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *