ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને અંતે નવી રાષ્ટ્રીય સંગઠન ટીમ જાહેર કરી છે. 16 મંત્રી, બે સહમહામંત્રી, 13 ઉપાધ્યક્ષ, 8 મહામંત્રી અને કોષાધ્યક્ષ સહીતની 56ની નિમણુંકો કરી છે. ખાસ કરીને સ્મૃતિ ઇરાનીને મહામંત્રી બનાવાયા છે. આ સિવાય વિનોદ તાવડે, સુનિલ બંસલ, વિપ્લવકુમાર દેવ, ડો.સતિષ પુનિયા, ગજેન્દ્ર પટેલ અને સંજય ભાટીયાને મહામંત્રી બનાવાયા છે. જયારે બે સંગઠન સહમંત્રી તરીકે શિવપ્રકાશ અને સૌદાનસિંહને લેવાયા છે. જયારે સંગઠનના રાષ્ટ્રીય મહામંત્રી પદે બી.એલ. સંતોષને યથાવત રખાયા છે.
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલને સંગઠનમાં કોષાધ્યક્ષ બનાવાયા છે. જયારે યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ગુજરાતના વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોષીને જવાબદારી સોંપાઇ છે.
13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષમાં ગુજરાતના વર્ષાબેન દોશી, વસુધરારાજે સિંધિયા, તિરથસિંહ રાવત, રામ માધવ, બૈજયંત પાંડા, ડો.પુરુદેશ્ર્વરી, રેખા વર્મા, ભારતી પવાર, મનપ્રિતસિંહ બાદલ, લાલસિંહ આર્ય, એમ.નાગરાજન, તારીક મનસુર અને ડો.મધુચંદ્ર કરને સ્થાન અપાયુ છે. ગુજરાતમાંથી જગદીશ પટેલ, રોહન ગુપ્તાને મંત્રી બનાવાયા છે.
