આસામમાં ભાજપની હેટ્રિક, પુડુચેરીમાં પણ એનડીએએ સત્તા જાળવી રાખી

આસામમાં 126માંથી 96 બેઠકો પર ભાજપની મજબૂત લીડ પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભા ચૂંટણીના વલણોમાં એનડીએએ બે મહત્વના રાજ્યોમાં મજબૂત જીત હાંસલ કરી છે.…

આસામમાં 126માંથી 96 બેઠકો પર ભાજપની મજબૂત લીડ

પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભા ચૂંટણીના વલણોમાં એનડીએએ બે મહત્વના રાજ્યોમાં મજબૂત જીત હાંસલ કરી છે. અસમમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએએ ત્રીજી વખત સરકાર બનાવવાની મજબૂત સ્થિતિ બનાવી છે, જ્યારે પુડુચેરીમાં મુખ્યમંત્રી એન. રંગસ્વામીની આગેવાનીમાં એનડીએએ સત્તા જાળવી રાખી છે.

અસમ વિધાનસભાની 126 બેઠકોમાં અત્યાર સુધીના વલણો અનુસાર ભાજપ અને એનડીએ 96 બેઠકો પર મજબૂત લીડ સાથે આગળ છે. બહુમતી માટે જરૂૂરી 64 બેઠકોને સરળતાથી વટાવીને મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની આગેવાનીમાં ભાજપ ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહ્યું છે. કોંગ્રેસ માત્ર 26 બેઠકો અને એઆઈયુડીએફ 2 બેઠકો પર લીડ મેળવી રહ્યા છે. હિમંતા સરમા પોતાની જલુકબારી બેઠક પર પણ ભારે માર્જિનથી આગળ છે.

પુડુચેરીની 30 બેઠકોમાં એનડીએ (એઆઈએનઆરસી + ભાજપ)એ 22-23 બેઠકો પર લીડ મેળવી છે,
જે બહુમતીના આંકડા (16)ને સરળતાથી પાર કરી ગઈ છે. મુખ્યમંત્રી એન. રંગસ્વામી પોતાની બેઠક પર પણ મજબૂત લીડ સાથે આગળ છે. કોંગ્રેસ-ડીએમકે ગઠબંધન માત્ર 5-6 બેઠકો પર સીમિત રહ્યું છે.

અસમમાં વિકાસ, સરહદી સુરક્ષા, અનુપ્રવેશ વિરોધ અને અસમીય અસ્મિતાના મુદ્દાઓએ કામ કર્યા, જ્યારે પુડુચેરીમાં ટુરિઝમ, રોજગાર અને વિકાસ કાર્યોને લોકોએ વોટ આપ્યા. બંને જગ્યાએ રેકોર્ડ મતદાન જોવા મળ્યું હતું. હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, આ અસમના વિકાસની જીત છે. રંગસ્વામીએ પણ આને ‘લોકોના વિશ્વાસની જીત’ તરીકે વર્ણવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *