SIR મુદ્દે ભાજપ યુવા મોરચો મેદાને, સ્કૂલ-કોલેજોમાં અભિયાન

ગુજરાતમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) મુદ્દે કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા વિરોધ અને યુવાનોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસોનો જવાબ આપવા ભાજપ યુવા મોરચાએ મેદાનમાં ઉતરવાની તૈયારી શરૂૂ…

ગુજરાતમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) મુદ્દે કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા વિરોધ અને યુવાનોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસોનો જવાબ આપવા ભાજપ યુવા મોરચાએ મેદાનમાં ઉતરવાની તૈયારી શરૂૂ કરી છે. આ માટે સોમવારે ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યુવા મોરચાની પ્રદેશ બેઠક યોજાઈ હતી. ભાજપના ગુજરાત પ્રભારી તરુણ ચુગ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં યુવાનો સુધી પહોંચીને SIR અંગે જાગૃતિ ફેલાવવા માટેની રણનીતિ ઘડવામાં આવી હતી.
ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ નરેશ દેસાઈએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા SIR તથા અન્ય મુદ્દાઓને લઈને યુવાનોને ગેરમાર્ગે દોરવાનો અને ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, દેશનો યુવા વર્ગ કોંગ્રેસના આવા પ્રયાસો સાથે જોડાઈ રહ્યો નથી. આ સ્થિતિમાં યુવા મોરચાના કાર્યકરો યુવાનો વચ્ચે જઈને હકીકતો રજૂ કરશે અને SIR અંગે સમજણ આપશે.

બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે રાજ્યની દરેક વિધાનસભા બેઠકમાં યુવા સંવાદ કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્રમો દ્વારા યુવાનો સાથે સીધો સંપર્ક કરવામાં આવશે અને જઈંછની પ્રક્રિયા, તેના હેતુ તથા તેની કામગીરી અંગે માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત SIR મુદ્દે અલગ-અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.

યુવા મોરચા દ્વારા માત્ર સંગઠન સ્તરે જ નહીં, પરંતુ શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચીને પણ અભિયાન ચલાવવાની યોજના બનાવવામાં આવી છે. સ્કૂલ અને કોલેજોમાં જઈને વિદ્યાર્થીઓ તથા યુવાનોને SIR અંગે સમજણ આપવામાં આવશે. યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકરોને આ કામગીરી માટે સક્રિય કરવામાં આવશે. આગામી દિવસોમાં યુવાનો વચ્ચે સતત સંવાદ અને જનજાગૃતિના કાર્યક્રમો યોજાશે.

નરેશ દેસાઈએ જણાવ્યું હતું કે યુવા મોરચાની ટીમ યુવાનો વચ્ચે જઈને કામ કરશે અને SIR અંગે ફેલાવવામાં આવતી ગેરસમજ દૂર કરવાનો પ્રયાસ કરશે. બેઠકમાં પ્રદેશ અને જિલ્લા સ્તરના યુવા મોરચાના આગેવાનો તથા કાર્યકરોને આગામી કાર્યક્રમોની જવાબદારી સોંપવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *