1980 પછી ભાજપના મુખ્યમંત્રી બનશે, નીતિશ પુત્રે નાયબ મુખ્યમંત્રી પદ?
બિહારના રાજકારણમાં લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો હવે અંત આવ્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર સક્રિય રાજ્ય રાજકારણ છોડીને કેન્દ્રીય રાજકારણમાં પ્રવેશવા જઈ રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, નીતિશ કુમાર જેડીયુ ક્વોટામાંથી રાજ્યસભામાં જશે તે નક્કી થઈ ગયું છે. આ સાથે જ બિહારમાં સત્તા પરિવર્તનની પ્રક્રિયા પણ તેજ બની છે, જેમાં નીતિશ કુમાર આગામી થોડા દિવસોમાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપે તેવી શક્યતા છે.
નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર હવે પિતાનો રાજકીય વારસો સંભાળવા તૈયાર છે.
તેઓ આજે 5 માર્ચના સવારે 11:00 કલાકે પટના સ્થિત જેડીયુ કાર્યાલયમાં વિધિવત રીતે પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યુ છે. જેડીયુના વરિષ્ઠ નેતા અને મંત્રી જમા ખાને પુષ્ટિ કરી છે કે કાર્યકર્તાઓની લાંબા સમયથી માંગ હતી કે નિશાંત કુમાર સક્રિય રાજકારણમાં આવે. રમઝાનનો પવિત્ર મહિનો અને હોળીના તહેવાર વચ્ચે આ મહત્વનો રાજકીય નિર્ણય લેવામાં આવ્યો છે.
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાની ચર્ચાઓ સાથે બિહારમાં નવા મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે પણ રાજકીય ગરમાવો વધ્યો છે. 1980માં ભાજપની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી બિહારમાં સીધી રીતે ભાજપનો કોઈ મુખ્યમંત્રી બન્યો નથી. જોકે નીતિશ કુમાર સાથે ભાજપ લાંબા સમયથી સત્તામાં ભાગીદાર રહ્યું છે, પરંતુ હવે બદલાયેલી સ્થિતિમાં ભાજપના કોઈ વરિષ્ઠ નેતાને મુખ્યમંત્રીનું પદ મળે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
