ભારતીય જનતા પાર્ટી (BJP) ના લાંબા સમયથી પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે, સૂત્રોએCNN-News18ને જણાવ્યું. તેઓએ કહ્યું કે તેમણે વ્યક્તિગત કારણોને ટાંકીને ભાજપના ટોચના અધિકારીઓને પોતાનું રાજીનામું પત્ર સુપરત કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવશે. પોતાના તીખા તેવર સાથે ડિબેટ માટે જાણીતા, પૂનાવાલા ભાજપના વાચાળ પ્રવક્તા રહ્યા છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કટ્ટર અનુયાયી રહ્યા છે. જો કે, ઇન્સ્ટાગ્રામ પર પૂનાવાલાના બાયોમાં તેમણે પોતાને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે દર્શાવવાનું ચાલુ જ રાખ્યું છે.
વકીલ અને સિવિલ રાઇટ્સ એક્ટિવિસ્ટ, પૂનાવાલાએ તેમની રાજકીય કારકિર્દીની શરૂૂઆત કોંગ્રેસ સાથે કરી હતી, પરંતુ 2017 માં રાહુલ ગાંધીને કોંગ્રેસના પ્રમુખ બનાવવા માટે કોંગ્રેસ પક્ષની આંતરિક ચૂંટણીમાં ધાંધલીનો આરોપ લગાવીને દેશના સૌથી જૂના કહેવાતા રાજકીય પક્ષમાં પોતાનામાં જ લોકતાંત્રિક પદ્ધતિ ન હોવાનું કહીને બળવો પોકાર્યો હતો અને ત્યારબાદ ભાજપમાં જોડાયા હતા.
જાહેર વિરોધના પરિણામે કોંગ્રેસ પાર્ટી અને તેમના ભાઈ તેહસીન પૂનાવાલા સહિત પરિવારના સભ્યોએ પણ જાહેરમાં તેમનાથી દૂરી બનાવી દીધી. ત્યારબાદ, તેઓ ભાજપમાં જોડાયા, જ્યાં તેમને મુખ્ય સામાજિક-રાજકીય બાબતો પર પાર્ટીનું વલણ રજૂ કરવા માટે રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
