ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે આજે નામાંકન અને આવતીકાલે જાહેરાતની પ્રક્રિયામાં ભાગ લેવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના ભાજપા અગ્રણીઓ બે દિવસના દિલ્હી પ્રવાસે રવાના થયા છે.
ભૂપેન્દ્રભાઈ પટેલ – મુખ્યમંત્રી, સી. આર. પાટીલ – કેન્દ્રીય મંત્રી તથા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, મનસુખભાઈ માંડવિયા – કેન્દ્રીય મંત્રી, નિમુબેન બાંભણિયા – કેન્દ્રીય મંત્રી, રાજેન્દ્રસિંહ રાણા – પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, પરશોત્તમ રૂૂપાલા – સાંસદ તથા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, જીતુ વાઘાણી – કેબિનેટ મંત્રી તથા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, નિતીન પટેલ – પૂર્વ ઉપમુખ્યમંત્રી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા – પૂર્વ મંત્રી, રાજની પટેલ – પૂર્વ પ્રદેશ મહામંત્રી તથા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી, ભરતસિંહ પરમાર – પૂર્વ સાંસદ (રાજ્યસભા) દિલ્હી ગયા છે.
આ ઉપરાંત જયસિંહ ચૌહાણ – પૂર્વ સાંસદ (રાજ્યસભા), વિનોદ ચાવડા – સાંસદ (લોકસભા), જશવંતસિંહ ભાભોર – સાંસદ (લોકસભા), શંભુપ્રસાદ ટુંડિયા – ધારાસભ્ય તથા એસ.સી. મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી, વેલજી માસાણી – ઓબીસી મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, રતનસિંહ રાઠોડ – પૂર્વ સાંસદ (લોકસભા), માયાબેન કોડનાની – પૂર્વ ધારાસભ્ય, જગદીશ પટેલ – પૂર્વ ધારાસભ્ય, અમીબેન પરીખ – જામનગરના પૂર્વ મેયર
જગદીશભાઈ વિશ્વકર્મા – પ્રદેશ ભાજપા અધ્યક્ષ, રત્નાકર – પ્રદેશ સંગઠન મહામંત્રી, આર. સી. ફળદુ – પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તથા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી, આઈ. કે. જાડેજા – પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ, પૂર્વ પ્રદેશ પ્રવક્તા તથા પૂર્વ મંત્રી, દર્શનાબેન જરદોશ – પૂર્વ કેન્દ્રીય મંત્રી, પ્રદિપસિંહ જાડેજા – પૂર્વ મંત્રી, ભાવનાબેન દવે – પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ તથા પૂર્વ સાંસદ દિલ્હી જશે.
આ ઉપરાંત જયબેન પટેલ – પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ તથા પૂર્વ સાંસદ, સુરેન્દ્ર પટેલ – પૂર્વ પ્રદેશ કોષાધ્યક્ષ તથા પૂર્વ સાંસદ, ગોરધન ઝડફિયા – પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ તથા પૂર્વ મંત્રી, બાબુ જેબાલિયા – કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી તથા કિસાન મોરચાના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, ડો. પરિન્દુ કે. ભગત – પ્રદેશ કોષાધ્યક્ષ પણ જશે.
