રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના બે પુત્રોને સંડોવતા મનરેગાના કૌભાંડમાં દાહોદ બાદ ભરૂૂચમાં પણ મનરેગા કૌભાંડ સામે આવ્યું છે, જેને લઈને હવે તપાસનો ધમધમાટ શરૂૂ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવશે. જેમાં ઉુજઙ કક્ષાના અધિકારીઓને આ તપાસ સોંપવામાં આવે તેવી સંભાવના છે. જોકે, હવે આ બધાંની વચ્ચે ભરૂૂચના સાંસદે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, કૌભાંડમાં ઉપથી નીચે બધાંની મિલિભગત હોય છે.
આ કૌભાંડને લઈને ભરૂૂચના સાંસદ મનસુખ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કૌભાંડને લઈને એકલો જિલ્લો જવાબદાર નથી. આ યોજનને સફળ બનાવવી હોય તો ગાંધીનગર એટલે કે, રાજ્ય સરકારના સ્તરથી જ આ માટે ચોક્કસ કાયદા અને નિયમો બનાવવા પડે. બધાં જ લોકોની આમાં મિલિભગત હોય છે, તેમાં રાજ્ય સ્તરના મંત્રી હોય, સેક્રેટરી હોય, વિભાગના કમિશનર હોય કે પછી જિલ્લા વિકાસ અધિકારી આ બધાં જ લોકો આમાં જવાબદારી હોય છે. જ્યારે તપાસ હાથ ધરવામાં આવે ત્યારે નીચેનો કર્મચારી ફસાઈ જાય છે. પરંતુ, બધાનું જ આમાં સેટિંગ હોય છે.
દાહોદબાદ ભરૂૂચ ખાતે મદદનીશ પ્રાયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રતિક ઉદેસિંહ ચૌધરીએ મનરેગા યોજનામાં આમોદ, જંબુસર, હાંસોટમાં કરોડોનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોધાવી હતી. જેમાં જલારામ એન્ટરપ્રાઈઝ એજન્સી(પિયુષભાઇ નુકાણી) , મુરલીધર એન્ટરપ્રાઈઝ (જોધાભાઇ સભાડ) અને કરાર આધારિત આઉટસોર્સ કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ અનુસાર, ભ્રષ્ટાચાર કરવા માટે 60- 40નો રેશિયો તોડીને મટીરિયલની ખરીદી કરવામાં આવી હતી. મુરલી એન્ટરપ્રાઇઝને 13,05,676 તથા જલારામ એન્ટરપ્રાઇઝને 6,58,898 એમ કુલ 19,64, 574 લાખ રૂૂપિયા ચૂકવવામાં આવ્યા છે. તેમજ ભરૂૂચ જિલ્લાના 56 ગામોમાં અંદાજે 7,30,00,000ની નાણાંકીય ગેરરીતિ આચરવામાં આવી છે.
