ચાલુ મીટિંગમાં હાર્ટએટેક પછી ભાજપ ધારાસભ્યનું અવસાન

બરેલીના ફરીદપુરના ભાજપ ધારાસભ્ય ડો.શ્યામબિહારી લાલનું શુક્રવારે અવસાન થયું. ધારાસભ્ય સર્કિટ હાઉસ ખાતે પશુધન મંત્રી ધર્મપાલ સિંહ સાથેની મીટિંગમાં હાજરી આપી રહ્યા હતા ત્યારે તેમને…

બરેલીના ફરીદપુરના ભાજપ ધારાસભ્ય ડો.શ્યામબિહારી લાલનું શુક્રવારે અવસાન થયું. ધારાસભ્ય સર્કિટ હાઉસ ખાતે પશુધન મંત્રી ધર્મપાલ સિંહ સાથેની મીટિંગમાં હાજરી આપી રહ્યા હતા ત્યારે તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં એક ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા.

તેમના સહાયકે જણાવ્યું કે તેઓ મંત્રી ધર્મપાલ સિંહ દ્વારા બોલાવવામાં આવેલી મીટિંગમાં હાજરી આપી હતી. જમતી વખતે અસ્વસ્થતા અનુભવતા તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. પશુધન મંત્રી ધર્મપાલ સિંહે સર્કિટ હાઉસ ખાતે તમામ જનપ્રતિનિધિઓ અને જિલ્લા અધિકારીઓ સાથે મીટિંગ બોલાવી હતી જેથી વર્ષ 2026 માટે આયોજિત વિકાસ પ્રોજેક્ટ્સની રૂૂપરેખા આપી શકાય. તેમને પીલીભીત રોડ પરની મેડિસિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

તેમના નિધનના સમાચારથી તેમના સમર્થકોમાં શોકની લહેર ફેલાઈ ગઈ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ધારાસભ્ય શ્યામ બિહારીના નિધન પર શોક વ્યક્ત કર્યો. પીએમ મોદીએ એક ડ-પોસ્ટમાં લખ્યું, “ઉત્તર પ્રદેશના ફરીદપુરના ધારાસભ્ય ડો. શ્યામ બિહારી લાલના અવસાનથી મને ખૂબ જ દુ:ખ થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *