ગીર સોમનાથમાં થોડા દિવસથી પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી અને કલેક્ટર વચ્ચે ગર્જગ્રાહ વધ્યો છે. પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીએ ગીરસોમનાથના કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા પર ભષ્ટ્રાચારના આરોપ લગાવ્યા હતા.તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો કે કોડીનાર નગર પાલિકાની ચુંટણી પુર્ણ થયેલ જેમાં કોડીનાર શહેરનું અને તાલુકાની પ્રજાનું પ્રત્યે અને ભારતીય જનતા પ્રત્યે ખુબજ સારૂૂ વલણ છે. કોડીનાર ભાજપના પુર્વ ધારાસભ્ય જેઠાભાઈ દાનાભાઈ સોલંકીએ ગીર સોમનાથના કલેકટર અને દિનુભાઈ સોલંકી વચ્ચે ચાલતા ગજગ્રાહ પર ચાલતા વિવાદ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, કોડીનાર શહેરનું અને તાલુકાની પ્રજાનું આપના પ્રત્યે અને ભારતીય જનતા પ્રત્યે ખુબજ સારૂૂ વલણ છે.જે ચુકાદો પ્રજા સતત ભાજપ પાર્ટી પ્રત્યે આપી રહી છે.કોડીનાર તાલુકા પાર્ટી મહાન નથી, વ્યકિત મહાન છે.જે પાર્ટીના નામ ઉપર દિનુભાઈ બોઘાભાઈ સોલંકી મત લઈ અને જીત્યા બાદ પાર્ટીનાજ સાચા કાર્યકરોને કચડી મારી નાંખે છે.
તેની વિરૂૂધ્ધમાં કોઈપણ બુલંદ અવાજ કરી શકતું નથી.વિશેષ જણાવુ છું કે, દિનુભાઈ સોલંકી પુર્વ સંસદ હમણા બે દિવસથી જીલ્લા કલેકટર સામે તેમનો વ્યકિતગત અહમ સંતોપવા માટે જીલ્લાના એક જાંબાજ કલેકટર વિરૂૂધ્ધ બેફામ વાણી વિલાસ કરી અધિકારીઓને ડર પેદા કરવા તેમના ભાષણનો વિડીયો સતત સોશીયલ મીડીયામાં વાયરલ કરી ભય પેદા કરી રહ્યો છે. પાંજરાપોળની કરોડો રૂૂપીયાની જમીન પચાવી પાડેલ તેની વિરૂૂધ્ધમાં સરકારના પરીપત્રો મુજબ તે જમીનને ખાલસા કરવા હુકમ કરેલ જેથી આ ભાઈ રઘવાયો થયો છે.તેમના સ્વાર્થ ખાતર કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ વિરૂૂધ્ધ ખુબજ વાણી વિલાસ કરે છે. આ ભાઈએ અનેક અધિકારીઓ ઉપર હાથ ઉપાડી રહ્યા છે.
વિભાગના અધિકારીઓને મારી ડરાવી તેમના કાળા કામો કરાવેલ છે. જયારે આ ભ્રષ્ટાચારી માણસના કારણે જીલ્લામાં ભાઈચારાની ભાવના રહી નથી. કારણ કે ગીર સોમનાથ જીલ્લામાં સારા અને સજજન અધિકારીઓ પાર્ટીની ઈમેજ સારી રાખે તેવાને કયારે ટકવા દીધા નથી.ગૌચરની જમીનો પાંજરાપોળની જમીનો નાના સીમાંત ખેડુતોની જમીનો યેનકેન પ્રકારે પચાવી પાડી કબજા કરેલા છે. જેની વિરૂૂધ્ધ એક પ્રમાણિક અધિકારી જેઓએ સોમનાથ મંદિરની બાજુમાં જે કરોડો રૂૂપીયાની જમીનનો કબજો માથાભારે તત્વો કરી બેઠેલ હતા તેને કોઈપણ ખુલ્લો ન કરાવી શકે તેવી જમીનો સરકારની વાહવાહ થાય તેવી કામગીરી કરેલ છે.એટલું જ નહી પણ ગીર સોમનાથ જીલ્લામાં ગાયકવાડ સરકારખેડુતોના પ્રાણ પ્રશ્નોનો નિકાલ નથી કરી શકી, તેવા પ્રશ્નનો આ જાંબાજ અધિકારીએ પ્રજાને કાયદાનું રક્ષણ આપી તેમની કામગીરી પૂર્ણ કરેલી છે.