મહારાષ્ટ્રમાં પંકજા મુંડેએ છડેચોક જુદો પક્ષ રચવાની વાત કહી, રાજસ્થાનમાં કિરોરીલાલ ભજનલાલ શર્મા સામે ઝેર ઓકી રહ્યા છે: હરિયાણામાં વિજ પણ એવું જ કરી રહ્યા છે
હરિયાણા, મહારાષ્ટ્ર અને રાજસ્થાન…આ એવા ત્રણ રાજ્યો છે જ્યાં ભાજપમાં બળવો જોવા મળી રહ્યો છે. હરિયાણામાં અનિલ વિજ, રાજસ્થાનમાં કિરોરી લાલ મીણા અને મહારાષ્ટ્રમાં પંકજા મુંડે બળવાના મૂડમાં છે.
પંકજા મુંડે ભાજપના દિગ્ગજ નેતા ગોપીનાથ મુંડેના પુત્રી છે. ગોપીનાથ મુંડેનું 2014માં એક માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. લગભગ એક વર્ષ પહેલા આ ઘટના બની હતી. પંકજા મુંડેએ કહ્યું હતું કે પહું ભાજપની છું, પરંતુ ભાજપ મારી નથી. જો મને કંઈ નહીં મળે, તો હું શેરડી કાપવા ખેતરોમાં જઈશ. તાજેતરનો વિવાદ ત્યારે ઠંડો થયો જ્યારે પંકજા મુંડેએ એમ કહીને નવી ચર્ચા શરૂૂ કરી કે જો તેમના પિતાના સમર્થકો ભેગા થાય તો તેઓ નવી પાર્ટી બનાવી શકે છે. રવિવારે નાસિકમાં સ્વામી સમર્થ કેન્દ્ર ખાતે એક કાર્યક્રમમાં બોલતા પંકજા મુંડેએ સ્પષ્ટ કર્યું કે તેમના પિતાના સમર્થકો પાસે એટલી અસરકારક સંખ્યા અને તાકાત છે કે તેઓ અલગ રાજકીય પક્ષ બનાવી શકે છે.
દેવેન્દ્ર ફડણવીસને રાજકીય મહત્વ મળતું અને પંકજા મુંડેનું મહારાષ્ટ્રના રાજકારણમાં પડતું મૂકવું પણ ભારે નારાજગીનું કારણ બન્યું. પંકજાને લાગે છે કે ભાજપ તેમના ઘઇઈ રાજકીય પ્રભાવમાં દખલ કરી રહી છે અને તેમનો પ્રભાવ ઓછો કરી રહી છે.રાજસ્થાન વિધાનસભા ચૂંટણી બાદ ભજન લાલ શર્માના નેતૃત્વમાં સરકારની રચના થઈ ત્યારથી કિરોરી લાલ મીણાની બળવાખોર શૈલી જોવા મળી રહી છે. તેઓ દરરોજ સરકાર સામે અવાજ ઉઠાવે છે.
હાલમાં જ કિરોરી લાલ મીણાએ તેમની સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. અમગઢમાં એક કાર્યક્રમમાં બોલતા કિરોરી લાલ મીણાએ આરોપ લગાવ્યો કે પાર્ટી સરકાર પોતાના જ મંત્રીઓના કોલ રેકોર્ડ કરી રહી છે. કિરોરીએ કહ્યું કે તેમને આશા છે કે જો સરકાર બદલાશે તો ભ્રષ્ટાચાર પર અંકુશ આવશે.રાજ્ય સરકારમાં સારો વિભાગ ન મળવાને કારણે મંત્રી કિરોરીલાલ મીણા શરૂૂઆતથી જ નારાજ છે. હવે તેમની ટ્રાન્સફર પોસ્ટિંગ માટે વિચારણા ન થતાં તેઓ ખુલ્લેઆમ બળવાના મૂડમાં છે. લોકસભા ચૂંટણીમાં દૌસા બેઠક હાર્યા બાદ કિરોરી લાલ મીણાએ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
પરંતુ સરકારે તેનો સ્વીકાર કર્યો ન હતો. કિરોરી મીણા વિધાનસભા પેટાચૂંટણીમાં દૌસાથી તેમના નાના ભાઈ જગમોહન મીણાને ટિકિટ આપીને સરકારમાં પાછા ફર્યા હતા, પરંતુ તેમના ભાઈ ચૂંટણી હારી ગયા પછી, તેઓ ફરીથી આંતરિક સંઘર્ષનો આરોપ લગાવતા ગુસ્સે થયા હતા.
વિજનું મંત્રીપદ જોખમમાં, કિરોરીલાલને નોટિસ
હરિયાણાના સૌથી વરિષ્ઠ પ્રધાન અનિલ વિજ, જેઓ સાતમી વખત અંબાલા છાવણીમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, તેમને મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈની અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ મોહન લાલ બડોલીની કામગીરી પર પ્રશ્નો ઉઠાવવાનું ભારે પડયું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની સૂચનાને ટાંકીને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ મોહન લાલ બડોલીએ અનિલ વિજના નિવેદનોને પાર્ટીની નીતિઓ અને અનુશાસનની વિરુદ્ધ ગણાવ્યા છે. બીજી બાજુ રાજસ્થાન ભાજપ હાઈકમાનડે પણ કિરોડીલાલ મીનાને શિષ્ત ભંગની કાર્યવાહી કરવાની નોટીસ આપી છે.
મોહન લાલ બડોલીએ વિજને કારણ બતાવો નોટિસ ફટકારી છે અને ત્રણ દિવસમાં લેખિત જવાબ માંગ્યો છે. મુખ્યમંત્રીની ઉડતી ખુરશી પર સવાર થઈને જનતાને સાંભળવા નીચે આવવાનું નિવેદન આપવાની સાથે વિજે કસૌલી રેપ કેસ બાદ પ્રદેશ અધ્યક્ષ મોહન લાલ બદૌલીના રાજીનામાની પણ માંગ કરી હતી.
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે જો પાર્ટી વિજના જવાબથી સંતુષ્ટ નહીં થાય તો તેમનું મંત્રી પદ જોખમમાં આવી શકે છે. દિલ્હીમાં જીત બાદ પાર્ટીએ અનિલ વિજને નોટિસ આપી તમામ નેતાઓ અને કાર્યકરોને અનુશાસનનો કડક સંદેશ આપ્યો છે. અનિલ વિજ મુખ્યમંત્રી નાયબ સિંહની કેબિનેટમાં પાવર, ટ્રાન્સપોર્ટ અને શ્રમ મંત્રી છે. મંત્રીઓના પોર્ટફોલિયોમાં તેમનો નંબર મુખ્યમંત્રી પછી બીજા નંબરે છે.