Connect with us

રાષ્ટ્રીય

વ્હીપ છતાં ગેરહાજર રહેનારા સિંધિયા સહિતના 20 સાંસદોને ભાજપની નોટિસ

Published

on

વન નેશન-વન ઈલેક્શન બિલ મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, પાર્ટીએ ગૃહમાં ગેરહાજર રહેલા ભાજપના સાંસદોને નોટિસવન નેશન-વન ઈલેક્શન બિલ પર આજે સંસદમાં ચર્ચા કરવામાં આવી હતી અને તેના પર મતદાન થયું હતું. આ બિલ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવા માટે બંધારણમાં સુધારો કરવાનો પ્રસ્તાવ છે.


ભાજપે પોતાના સાંસદોને આ મહત્વપૂર્ણ અવસર પર ગૃહમાં હાજર રહેવા માટે ત્રણ લીટીનો વ્હીપ જારી કર્યો હતો. પરંતુ તેમ છતાં ભાજપના 20 થી વધુ સાંસદો મતદાન સમયે ગેરહાજર રહ્યા, જેના કારણે પાર્ટી નારાજ છે. આ મહત્વના પ્રસંગે ભાજપના 20થી વધુ સાંસદોની ગેરહાજરીને કારણે પાર્ટીના મતોમાં થોડો ઘટાડો થયો હતો. ભાજપે તેના ઘણા સાંસદોને નોટિસ મોકલી છે અને અન્યને પણ નોટિસ મોકલવાની છે.


નોટીસ અપાઇ છે તેમાં જગદંબિકા પાલ, નીતિન ગડકરી, જયોતિરાદિત્ય સિંધિયા, શાંતનુ ઠાકુર, ગિરિરાજ સિંહ, જગન્નાથ સરકાર, ઉદયરાજે ભોંસલે, વિજય બઘેલ, અને બીએસ રાઘવેન્દ્રનો સમાવેશ થાય છે.


કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે લોકસભામાં બંધારણ (129મો સુધારો) બિલ, 2024 અને કેન્દ્ર શાસિત કાયદા (સુધારા) બિલ, 2024 રજૂ કર્યા હતા. બિલની રજૂઆત દરમિયાન ગૃહમાં જોરદાર ચર્ચા થઈ હતી અને વિપક્ષે તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. ચર્ચા બાદ મતદાન થયું ત્યારે બિલની તરફેણમાં 269 અને વિરુદ્ધમાં 198 મત પડ્યા. આ બિલ આખરે સંસદની સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ને મોકલવામાં આવ્યું હતું.

Sports

ભારતના સ્ટાર ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

Published

on

By

ભારતના ઓફ સ્પિનર ​​આર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. ગાબા ટેસ્ટ પૂરી થતાં જ અશ્વિને નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. રવિચંદ્રન અશ્વિન ભારતીય ટેસ્ટ ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી સફળ બોલરોમાંથી એક રહ્યો છે. આ પ્રવાસમાં તેને અત્યાર સુધી માત્ર એક જ મેચ રમવાની તક મળી છે. એડિલેડ બાદ તે ગાબા ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો. ગાબા ટેસ્ટ દરમિયાન અશ્વિન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ગળે લગાવતો જોવા મળ્યો હતો. તેણે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને ગળે લગાવ્યા. અશ્વિને હેડ કોચ ગંભીર સાથે પણ લાંબા સમય સુધી વાત કરી અને પછી પ્રેસ કોન્ફરન્સમાં આવીને નિવૃત્તિની જાહેરાત કરી. રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે અશ્વિન હવે ઓસ્ટ્રેલિયામાં નહીં રહે. તે ગુરુવારે ભારત પરત ફરશે.

આર અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 106 મેચમાં 537 વિકેટ લીધી હતી. તેના નામે 37 પાંચ વિકેટ છે અને તેણે 8 વખત મેચમાં 10 વિકેટ લીધી છે. અશ્વિને 156 ODI વિકેટ પણ લીધી હતી. અશ્વિને T20માં 72 વિકેટ લીધી હતી. તેણે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 765 વિકેટ ઝડપી હતી. અશ્વિને બેટ્સમેન તરીકે પણ પોતાની છાપ છોડી હતી. ટેસ્ટ ક્રિકેટમાં તેના 3503 રન છે અને તેણે કુલ 6 ટેસ્ટ સદી ફટકારી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની કુલ 8 સદી હતી.

38 વર્ષીય અશ્વિન ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેના નામે કુલ 537 ટેસ્ટ વિકેટ છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણે ભારત માટે 37 વખત એક ઇનિંગમાં સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. તે જ સમયે, તેણે સૌથી વધુ સંખ્યામાં પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ્સ (11 વખત) જીત્યા છે, જે મુરલીધરનની બરાબર છે. સ્પિનર ​​તરીકે, તેનો બોલિંગ સ્ટ્રાઈક રેટ 50.7 (200+ વિકેટ) છે જે સૌથી વધુ છે. ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિનનો બોલિંગ રેકોર્ડ ઘણો શાનદાર રહ્યો હતો. તમિલનાડુના આ સ્પિનરે નવેમ્બર 2011માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ દિલ્હીમાં ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી તે સતત ટેસ્ટ ટીમમાં રહ્યો છે. અશ્વિને 106 ટેસ્ટ મેચમાં 24.00ની એવરેજથી 537 વિકેટ લીધી છે. આ દરમિયાન અશ્વિને 37 ઇનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપી હતી. તેણે મેચમાં 8 વખત 10 વિકેટ લીધી હતી. ઇનિંગ્સમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 7/59નું છે. જ્યારે ટેસ્ટ મેચમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 13/140 રહ્યું છે.

Continue Reading

રાષ્ટ્રીય

સોશિયલ મીડિયામાં લેટર વાઇરલ, અલ્લુ અર્જુનની મુશ્કેલી વધશે

Published

on

By

સંધ્યા થિયેટર કેસમાં અલ્લુ અર્જુનને 13 ડિસેમ્બરના રોજ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમને વચગાળાના જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. પરંતુ હાલમાં એક લેટર વાયરલ થઈ રહ્યો છે. એવું જાણવા મળી રહ્યું છે કે, તેના કારણે અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ વધી શકે છે અને તેને ફરીથી જેલ જવું પડી શકે છે.
સોશિયલ મીડિયા પર એક લેટરનો ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ લેટર પોલીસ દ્વારા જારી કરવામાં આવ્યો હતો.

જેમાં તેમણે લખ્યું હતું કે, સુરક્ષા કારણોસર પુષ્પા 2ના સ્ટાર્સ થિયેટરમાં ન આવે. એક રિપોર્ટ પ્રમાણે આ પત્ર ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન દ્વારા જારી કરવામાં આવ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, સંધ્યા થિયેટરમાં એક જ પ્રવેશદ્વાર છે. એટલે જ્યારે કોઈ સેલિબ્રિટી આવે છે તો ભીડને નિયંત્રિત કરવી ખૂબ મુશ્કેલી પડે છે. લેટરમાં છેલ્લે લખ્યું હતું કે, 4 ડિસેમ્બરે ફિલ્મની ટીમે ત્યાં ન આવવું.


જો આ લેટર સાચો હશે, તો અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ વધી શકે છે. તેઓ હાલમાં 12 જાન્યુઆરી સુધી જામીન પર છે. જો એવું સાબિત થાય છે કે, તેની ટીમે પોલીસની સલાહને અવગણી હતી તો તેની સામે કાર્યવાહી પણ થઈ શકે છે.


હકીકતમાં 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા 2ના પ્રીમિયર શો દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ નાસભાગમાં રેવતી નામની મહિલાનું શ્વાસ રૂૂંધાવાથી મોત થયું હતું. આ મામલે અલ્લુ અર્જુન, તેની સિક્યુરિટી ટીમ અને સિનેમા હોલ મેનેજમેન્ટ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

Continue Reading

રાષ્ટ્રીય

કિસાન સન્માન નિધિની રકમ બમણી કરવા MSPની કાયદાકીય ગેરન્ટી આપવા ભલામણ

Published

on

By


PM કિસાન સન્માન નિધિને લઈને એક મોટા સમાચાર છે. અહેવાલમાં જણાવાયું છે કે સંસદીય પેનલે સૂચવ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) હેઠળ નાણાકીય સહાય તરીકે આપવામાં આવતી રકમ 6,000 રૂૂપિયાથી વધારીને 12,000 રૂૂપિયા કરવી જોઈએ. આ સિવાય ખેડૂતોને MSPની કાયદેસર ગેરંટી આપવાનું સૂચન કરવામાં આવ્યું છે. પંજાબ અને હરિયાણાના ખેડૂતોના વિરોધ વચ્ચે સંસદીય પેનલનું આ સૂચન આવ્યું છે. અહેવાલ મુજબ કોંગ્રેસના સાંસદ અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની આગેવાની હેઠળની કૃષિ, પશુપાલન અને ખાદ્ય પ્રક્રિયા પરની સ્થાયી સમિતિએ તેના પ્રથમ અહેવાલ (18મી લોકસભા)માં આ ભલામણો કરી છે. આ ભલામણો મંગળવારે લોકસભામાં રજૂ કરાયેલ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની પગ્રાન્ટ્સ માટેની માગણીઓ (2024-25)થ પર કરવામાં આવી છે.


આ ઉપરાંત કમિટીએ એવી પણ ભલામણ કરી છે કે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગનું નામ બદલીને પકૃષિ, ખેડૂત અને ખેત મજૂર કલ્યાણ વિભાગ કરવામાં આવે. સમિતિએ એમ પણ કહ્યું કે તે માને છે કે ખેડૂતોને આપવામાં આવતા મોસમી પ્રોત્સાહનો શેરખેડનારાઓ અને ખેત મજૂરો સુધી પણ લંબાવી શકાય છે.
તેની ભલામણોમાં સમિતિએ કહ્યું છે કે તે માને છે કે કૃષિ વિભાગે ખેડૂતોને કાયદાકીય ગેરંટી તરીકે ખજઙના અમલ માટે શક્ય તેટલી વહેલી તકે રોડમેપ જાહેર કરવો જોઈએ. સમિતિએ એમ પણ કહ્યું કે વેપાર નીતિ સંબંધિત કોઈપણ જાહેરાત કરતા પહેલા ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરતા સંગઠનો અને લોકો સાથે ચર્ચા કરવી જોઈએ.


સમિતિએ કહ્યું કે તે માને છે કે કૃષિ ઉત્પાદનો પર બદલાતી આંતરરાષ્ટ્રીય આયાત-નિકાસ નીતિને કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. સમિતિ ભારપૂર્વક ભલામણ કરે છે કે CACP (કમીશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ્સ એન્ડ પ્રાઈસ)ની તર્જ પર કાયમી સંસ્થા/સંસ્થાની રચના કરવામાં આવે અને તેમાં કૃષિ નિષ્ણાતો તેમજ ખેડૂતોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય.

Continue Reading
Sports34 minutes ago

ભારતના સ્ટાર ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

ક્રાઇમ44 minutes ago

પત્ની-સસરા-સાળાના ત્રાસથી યુવકનો ફાંસો ખાઇ આપઘાત

ગુજરાત48 minutes ago

અમદાવાદ એરપોર્ટ પર 15 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

ગુજરાત49 minutes ago

બેજવાબદારીપૂર્વક વાહનો ચલાવતા લોકોને જેલ ભેગા કરો: હર્ષ સંઘવી

ગુજરાત50 minutes ago

સાયલા નજીક કાર ડિવાઇડર કૂદી સામેથી આવતા ટ્રક સાથે અથડાઇ, મહિલાનું મૃત્યુ

ગુજરાત52 minutes ago

જસદણ ડેપો મેનેજરના ત્રાસથી ડ્રાઇવરનો ઝાલોદ બસ સ્ટેશનમાં ગળેફાંસો ખાઇ આપઘાત

ગુજરાત54 minutes ago

80 હજાર કરોડનો ભારતમાલા પ્રોજેક્ટ ધ્રોલ પહોંચીને બાબુશાહીમાં અટવાયો

ગુજરાત59 minutes ago

ચોટીલાથી ખાતર લઇ ખેરાણા જતા પ્રૌઢનું બાઇક અકસ્માતમાં મોત

ક્રાઇમ1 hour ago

હળવદમાં માતાજીના મઢમાંથી રૂા. 3000 અને રહેણાક મકાનમાંથી રૂા. 15 હજારની ચોરી

ક્રાઇમ1 hour ago

સુરેન્દ્રનગરના ગંગાજળ ગામે મકાનમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું, ખેડૂતની ધરપકડ

રાષ્ટ્રીય2 days ago

અંબાણી-અદાણી: 100 બિલિયન ડોલર કલબમાંથી બહાર ફેંકાયા

આંતરરાષ્ટ્રીય23 hours ago

આવતીકાલે USના વ્યાજદરની ચિંતાએ સેન્સેક્સમાં 1100થી વધુ અંકનો કડાકો

આંતરરાષ્ટ્રીય2 days ago

જયોર્જિયાના ભારતીય રેસ્ટોરાંમાંથી 12 લોકો મૃત હાલતમાં મળતા હડકંપ

રાષ્ટ્રીય24 hours ago

‘વન નેશન, વન ઇલેક્શન’ બિલ લોકસભામાં પાસ, તરફેણમાં 269 અને વિરોધમાં 198 મત પડ્યા

ગુજરાત2 days ago

યાર્ડની બહાર જણસી ભરેલા 900 વાહનની 9 કિ.મી. લાઈન

ગુજરાત2 days ago

રાજકોટમાં 13મી ઓપન ગુજરાત ફૂટબોલ ટૂર્ના.નું ભવ્ય આયોજન

ગુજરાત2 days ago

સિટી બસના ચાલકે સર્જ્યો વધુ એક અકસ્માત: સાઇકલચાલકને ઈજા

ગુજરાત2 days ago

શનિવારે રાજકોટમાં 13.18 કલાકની સૌથી લાંબી રાત્રી

ગુજરાત2 days ago

દસ્તાવેજ કૌભાંડની તપાસ SDMને સોંપતા કલેકટર

ગુજરાત2 days ago

આધુનિકતાની આડમાં વિસરાતા સંસ્કારો: ચાર પુત્રોએ માતાને તરછોડ્યા

Trending