પશ્ચિમ બંગાળમાં આજથી ભાજપ સરકાર!! શુભેન્દુ અધિકારી આજે લેશે CM પદની શપથ, PM મોદી પણ હાજર રહેશે

  બંગાળના રાજકારણમાં આજનો દિવસ ઐતિહાસિક બનવાનો છે. રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર ભાજપ સરકાર સત્તા સંભાળવા માટે તૈયાર છે. સુવેન્દુ અધિકારી આજે બપોરે 11 વાગ્યે…

 

બંગાળના રાજકારણમાં આજનો દિવસ ઐતિહાસિક બનવાનો છે. રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર ભાજપ સરકાર સત્તા સંભાળવા માટે તૈયાર છે. સુવેન્દુ અધિકારી આજે બપોરે 11 વાગ્યે પશ્ચિમ બંગાળના સીએમ પદના શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં યોજાશે. સમારોહમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત એનડીએના ઘણા મોટા નેતાઓ સામેલ થશે.

કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે હાજરી આપશે. વધુમાં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન પણ સમારોહમાં હાજર રહેશે. વધુમાં, પ્રોટોકોલ અનુસાર મમતા બેનર્જીને પણ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. કોલકાતાના જે ગ્રાઉન્ડમાં શપથ સમારોહ યોજાશે. તેમાં વોટરપ્રૂફ ટેન્ટ લગાવવામાં આવશે, આ ઉપરાંત મેદાનમાં ઝાલમુડી અને રસગુલ્લાનો સ્ટોલ પણ લગાવવામાં આવશે.સુરક્ષામાં 4 હજાર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

અમિત શાહ 8 મેના રોજ કોલકાતા પહોંચ્યા હતા, જ્યાં કન્વેન્શન સેન્ટરમાં આયોજિત ધારાસભ્ય દળની બેઠકમાં સુવેન્દુને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા. આ પછી સુવેન્દુ લોકભવનમાં રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *