આઈપીએસ નિનામાને માત્ર ત્રણ કલાકમાં બીજેપીએ આપી ટિકિટ

ગુજરાતના રાજકારણમાં ખાખી વર્દી અને રાજનીતિનો જૂનો નાતો રહ્યો છે. ફરી એકવાર એક આઈપીએસ અધિકારીએ વહીવટી સેવામાંથી નિવૃત્તિ લઈ રાજકીય મેદાનમાં ઝંપલાવ્યું છે. IPS મનોજ…

ગુજરાતના રાજકારણમાં ખાખી વર્દી અને રાજનીતિનો જૂનો નાતો રહ્યો છે. ફરી એકવાર એક આઈપીએસ અધિકારીએ વહીવટી સેવામાંથી નિવૃત્તિ લઈ રાજકીય મેદાનમાં ઝંપલાવ્યું છે. IPS મનોજ નિનામાએ ભાજપનો ખેસ ધારણ કર્યાના માત્ર ત્રણ જ કલાકમાં પક્ષે તેમને ટિકિટ આપીને મેદાનમાં ઉતારી દીધા છે. ખાસ વાત એ છે કે, મનોજ નિનામાને રાજનીતિના આ રસ્તે લાવનાર બીજું કોઈ નહીં પણ તેમના જ મિત્ર અને પૂર્વ IPS અધિકારી પી.સી. બરંડા છે. કહેવાય છે કે મિત્ર જ મિત્રનો સાચો માર્ગદર્શક હોય છે. મનોજ નિનામાના કિસ્સામાં પણ આવું જ કંઈક બન્યું છે. હાલના ધારાસભ્ય પી.સી. બરંડાએ મનોજ નિનામાને પોલિટિક્સમાં આવવા માટે પ્રેર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વહીવટી તંત્રમાં સાથે કામ કર્યા બાદ હવે આ બંને મિત્રો રાજકીય મંચ પર પણ સાથે જોવા મળશે.

પૂનમચંદ છનાભાઈ બરંડા (પી.સી. બરંડા) ગુજરાતના રાજકારણમાં એક પ્રભાવશાળી વ્યક્તિત્વ છે. તેમના વિશેની કેટલીક મહત્વની વિગતો નીચે મુજબ છે. તેઓ 2007ની બેચના આઈપીએસ અધિકારી છે. તેમણે B.A. અને L.L.B. સુધીનો અભ્યાસ કરેલો છે. 1996માં પ્રમોશન મેળવી તેઓ DySP બન્યા હતા. વર્ષ 2002 થી 2007 દરમિયાન તેઓ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં પણ કાર્યરત હતા.તેમણે અમદાવાદમાં ઉઈઙ તરીકે પણ સેવાઓ આપેલી છે. રાજકારણમાં આવવા માટે તેમણે પોલીસ અધિક્ષક (જ.ઙ.) ના પદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ (ટછજ) લીધી હતી.

તેઓ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વાંકાટીંબા ગામના વતની છે. 2017માં પ્રથમ વખત ચૂંટણી લડી હતી પરંતુ ત્યારે સફળતા મળી નહોતી. 2022ની ચૂંટણીમાં તેમણે ભિલોડા (જઝ) બેઠક પરથી ભવ્ય વિજય મેળવ્યો અને હાલમાં તેઓ ત્યાંના ધારાસભ્ય છે. પી.સી. બરંડાના પત્ની પણ પૂર્વ જિલ્લા કલેક્ટર રહી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *