વિધાનસભાની સત્તાના સેમિફાઈનલના પ્રારંભિક ટ્રેન્ડમાં શરદ પવાર કેમ્પ અને કોંગ્રેસને આંચકો; ઠાકરે બંધુઓનું અસ્તિત્વ જોખમમાં
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે આજે 29 મહાનગર પાલિકાઓની ચૂંટણીના પરિણામો જાહેર થતાં સત્તા સેમીફાઈનલ સમી આ ચૂંટણીમાં પણ ભાજપની કેશરીયા યુતીની વિજયકૂચ જારી રહી હોવાનું પ્રારંભીક ટ્રેન્ડ ઉપરથી જણાઈ રહ્યું છે. આજે સવારે શરૂ થયેલી મતગણતરીના રૂજાન સવારે 10 વાગ્યાથી આવવાના શરૂ થયા છે. તે મુજબ ભાજપ, શિંદે શિવસેના અને અજીત પવારની યુતી બહુમતી તરફ આગળ વધી રહી હોવાનું જણાઈ છે. જ્યારે શરદ પવાર અને કોંગ્રેસ માટે આચકાજનક પરિણામો આવી રહ્યાં છે તો ઠાકરે બંધુઓનું અસ્તિત્વ પણ જોખમમાં જણાઈ રહ્યું છે.
29 નગર નિગમની ગઈકાલે યોજાયેલ ચૂંટણીમાં 52.94 ટકા મતદાન થયું હતું અને 29 નગર નિગમના 893 વોર્ડની 2869 બેઠકો ઉપર ચૂંટણી લડી રહેલા 15908 ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં કેદ થયું હતું. હવે આજે શરૂ થયેલી મતગણતરીમાં એકઝીટપોલની ધારણા મુજબ જ ટ્રેન્ડ બહાર આવી રહ્યો છે. પ્રારંભીક મતગણતરીમાં ભાજપ યુતીનો ઘોડો વિનમાં જણાઈ રહ્યો છે. જો કે પરિણામો આવતાં મોડીસાંજ સુધીનો સમય લાગે તેમ હોય રાત સુધીમાં ચૂંટણીનું આખરી પરિણામ જાહેર થઈ જવાની આશા છે.
મહારાષ્ટ્રના 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મત ગણતરી ટૂંક સમયમાં શરૂૂ થઈ ગઈ છે.
રાજ્યના રાજકીય પરિદૃશ્યમાં નોંધપાત્ર રાજકીય પરિવર્તનને કારણે આ ચૂંટણી પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. લાંબા સમય પછી, ઠાકરે પરિવારના બે જૂથો – ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે – એકસાથે ચૂંટણી લડી રહ્યા છે. રાજ્યના 893 વોર્ડમાં ફેલાયેલી 2,869 બેઠકો માટે સવારે 10 વાગ્યે મત ગણતરી શરૂૂ થઈ છે અને સાંજ સુધીમાં, આ મ્યુનિસિપલ કોર્પોરેશનો કોણ જીતશે તે સ્પષ્ટ થઈ જશે. આમાં મુંબઈની બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (ઇખઈ) ની સાથે પુણે, થાણે, કલ્યાણ-ડોંબિવલી, મીરા-ભાયંદર, પિંપરી-ચિંચવડ, નવી મુંબઈ અને ઉલ્હાસનગર જેવી મુખ્ય મ્યુનિસિપલ કોર્પોરેશનોનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આજે સાંજે જાહેર થઈ જશે. મત ગ
ણતરી સવારે 10 વાગ્યે શરૂૂ થઈ, અને સાંજ સુધીમાં, આ કોર્પોરેશનોના બોસ કોણ બનશે તે સ્પષ્ટ થઈ જશે. રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 893 વોર્ડની 2,869 બેઠકો માટે મતગણતરી સવારે 10 વાગ્યે શરૂૂ થઈ હતી. સૌથી વધુ ચર્ચાસ્પદ પરિણામો મુંબઈ (ઇખઈ), પુણે, થાણે, નવી મુંબઈ અને પિંપરી-ચિંચવડ જેવા મુખ્ય શહેરોમાંથી આવ્યા છે.
આ ચૂંટણી ખાસ રસપ્રદ છે કારણ કે રાજ્યમાં રાજકીય ગઠબંધન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. વર્ષોની દુશ્મનાવટ ભૂલીને, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે હવે સાથે ચૂંટણી લડી રહ્યા છે. દરમિયાન, પુણે અને પિંપરી-ચિંચવડમાં વાસ્તવિક “પવાર વિરુદ્ધ પવાર” યુદ્ધ શરૂૂ થઈ રહ્યું છે, જ્યાં અજિત પવારનો જૂથ શરદ પવારના ગઈઙ (જઙ) ને પડકાર આપી રહ્યો છે. રાજકીય વિશ્ર્લેષકો માને છે કે આ પરિણામો આગામી વિધાનસભા ચૂંટણી માટે સૂર નક્કી કરશે.
