પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે બિહારની મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના શરૂૂ કરી, જેના હેઠળ સરકાર રાજ્યની 75 લાખ મહિલાઓના બેંક ખાતામાં 10,000 રૂૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહીલાઓને સંબોધતા પીએમએ કહ્યું નરેન્દ્ર અને નિતીશ તમારા ભાઇઓ છે. અહેવાલ મુજબ, 7,500 કરોડ રૂૂપિયાની આ યોજના બિહારમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ) સરકારની એક પહેલ છે અને તેનો ઉદ્દેશ્ય સ્વરોજગાર અને આજીવિકાની તકો દ્વારા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે.
એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને, અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, આ યોજના હેઠળ, દરેક પરિવારમાંથી એક મહિલાને તેમની પસંદગીની આજીવિકા પ્રવૃત્તિઓ, આર્થિક સ્વતંત્રતા અને સામાજિક સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. દરેક લાભાર્થીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) દ્વારા ₹10,000 ની પ્રારંભિક ટ્રાન્સફર મળશે, જેમાં પછીના તબક્કામાં ₹2 લાખ સુધીની વધારાની નાણાકીય સહાયની શક્યતા છે, અધિકારીએ ઉમેર્યું.
સહાયનો ઉપયોગ લાભાર્થીની પસંદગીના ક્ષેત્રોમાં થઈ શકે છે, જેમાં કૃષિ, પશુપાલન, હસ્તકલા, ટેલરિંગ, વણાટ અને અન્ય નાના પાયાના ઉદ્યોગોનો સમાવેશ થાય છે. વધુમાં, આ યોજના સમુદાય-સંચાલિત હશે, જેમાં નાણાકીય સહાયની સાથે, સ્વ-સહાય જૂથો (જઇંૠત) સાથે જોડાયેલા સમુદાય સંસાધન વ્યક્તિઓ તેમને ટેકો આપવા માટે તાલીમ આપશે. તેમના ઉત્પાદનના વેચાણને ટેકો આપવા માટે, બિહારમાં ગ્રામીણ હાટ-બજારોનો વધુ વિકાસ કરવામાં આવશે.
