પાકિસ્તાનને મોટો ઝટકો: PoKમાં નહીં જાય ચેમ્પિયન્સ ટ્રોફી, ICCનો નિર્ણય

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા વધુ એક મોટો બબાલ થયો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ICC ચેમ્પિયન્સ ટ્રોફી દુબઈથી ઈસ્લામાબાદ મોકલી છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ…

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા વધુ એક મોટો બબાલ થયો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ICC ચેમ્પિયન્સ ટ્રોફી દુબઈથી ઈસ્લામાબાદ મોકલી છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ ટ્રોફી પ્રવાસ માટે તૈયાર છે. એટલે કે આ ટ્રોફીને પાકિસ્તાનના અલગ-અલગ સ્થળોએ ચાહકો વચ્ચે લઈ જવામાં આવશે. આ દરમિયાન ICCએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો આપ્યો છે. હવે PCB આ ટ્રોફીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(PoK)માં લઇ જઈ શકશે નહીં.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના જણાવ્યા અનુસાર ચેમ્પિયન્સ ટ્રોફી 14 નવેમ્બરે ઈસ્લામાબાદ પહોંચી ગઈ છે. હવે 16 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી ટ્રોફીને પાકિસ્તાનના અલગ-અલગ સ્થળોએ ચાહકો વચ્ચે લઈ જવામાં આવશે. શેડ્યૂલ મુજબ, ટ્રોફી સ્કર્દુ, મુરી, હુન્ઝા અને મુઝફ્ફરાબાદ જેવા સ્થળોએ જશે. તેમાંથી સ્કર્દુ, હુન્ઝા અને મુઝફ્ફરાબાદ PoK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)માં આવે છે. પરંતુ ICCએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો આપ્યો છે. વાસ્તવમાં, ICCએ PCBને ચેમ્પિયન્સ ટ્રોફીના પ્રવાસને કોઈપણ વિવાદિત PoKમાં લઈ જવાની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે.

તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે 14 નવેમ્બરે જ જાહેરાત કરી હતી કે, ‘પાકિસ્તાન તૈયાર થઈ જાઓ. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ટ્રોફી ટૂર 16 નવેમ્બરના રોજ ઇસ્લામાબાદમાં શરૂ થશે, જે સ્કર્દુ, મુરી, હુંઝા અને મુઝફ્ફરાબાદ જેવા પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લેશે. 16-24 નવેમ્બર દરમિયાન ઓવલ ખાતે 2017માં સરફરાઝ અહેમદ દ્વારા ઉઠાવવામાં આવેલી ટ્રોફીની એક ઝલક જુઓ.

ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. પરંતુ ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન જવાનો ઈન્કાર અને જવાબમાં પાકિસ્તાન હાઈબ્રિડ મોડલ માટે તૈયાર ન હોવાને કારણે શિડ્યુલની જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, આઈસીસીના ઈતિહાસમાં આ પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે, જ્યારે કોઈ સત્તાવાર ટૂર્નામેન્ટ શેડ્યૂલ વિના કોઈ ટ્રોફી પ્રવાસ હશે. સામાન્ય રીતે ટુર્નામેન્ટનું શેડ્યૂલ ઓછામાં ઓછા 100 દિવસ પહેલા જાહેર કરવામાં આવે છે, આ પછી જ ટ્રોફી પ્રવાસ શરૂ થાય છે. પરંતુ આ વખતે કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *