દક્ષિણ ભારતમાં ભાજપને મોટો ફટકો, અન્નામલાઈનું રાજીનામુ અંતે મંજૂર

તમિલનાડુમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈએ રાજીનામું આપી દીધું છે, જેને ભાજપ હાઈકમાન્ડ દ્વારા સ્વીકારી પણ લેવામાં આવ્યું છે.…

તમિલનાડુમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈએ રાજીનામું આપી દીધું છે, જેને ભાજપ હાઈકમાન્ડ દ્વારા સ્વીકારી પણ લેવામાં આવ્યું છે. અન્નામલાઈ છેલ્લા કેટલાક મહિનાઓથી પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હતા. તાજેતરમાં જ તેઓ દિલ્હી પણ આવ્યા હતા, જ્યાં તેમણે ભાજ પના કેન્દ્રીય નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

આ મુલાકાત દરમિયાન પણ તેમના રાજીનામા અંગે ચર્ચા થઈ હતી. જો કે, હવે તેમણે સત્તાવાર રીતે ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો છે અને પાર્ટીએ તેમનું રાજીનામું પણ સ્વીકારી લીધું છે. દક્ષિણ ભારતમાં ભાજપનો જનાધાર વધારવામાં મહત્વની ભૂમિકા ભજવનાર અન્નામલાઈના આ પગલાથી તમિલનાડુનું રાજકારણ ગરમાયું છે.

ભાજપ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ પ્રમાણે અન્નામલાઈએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને તેમના આ રાજીનામાનો તાત્કાલિક અસરથી સ્વીકાર પણ કરી લીધો છે. અન્નામલાઈના નજીકના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ હવે તેઓ તમિલનાડુમાં ‘રાષ્ટ્રવાદી-તમિલ દર્શન’ આધારિત એક બિન-રાજકીય આંદોલનની શરૂૂઆત કરશે. જેને બાદમાં જનભાવનાના આધાર પર રાજકીય પક્ષમાં બદલી શકાય છે. અન્નામ લાઈની આગામી રણનીતિની વાત કરીએ તો તેઓ આગામી 7 જૂનના રોજ પોતાના કોર સમર્થકો સાથે એક મહત્વની બેઠક કરશે. આ બેઠક બાદ તેઓ પોતાની ભવિષ્યની રણનીતિનીનું એલાન કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *