21મીએ હાઇકોર્ટમાં કેસની વધુ સુનાવણી થશે
BZ સ્કેમમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને 10 દિવસમા GPID કોર્ટ સમક્ષ રૂૂ. પાંચ કરોડ જમા કરાવવાની ટકોર હાઇકોર્ટે કરી છે. બીજી તરફ તેને આ અંગેની બાયંધરી આપવાનું પણ કોર્ટે કહ્યું છે. ઝાલાએ પણ હાલ રૂૂપિયા જમા કરાવવાની તૈયારી દર્શાવી છે. આ કેસની વધુ સુનાવણી 21મી ઓગસ્ટે યોજાશે.
CID ક્રાઇમે BZ સ્કેમમાં આરોપી ભૂપેન્દ્ર ઝાલા સામે નોંધેલી મૂળ ફરિયાદમાં રેગ્યુલર જામીન મેળવવા તેણે હાઇકોર્ટમાં અરજી કરી છે જેની સુનાવણીમાં અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે આરોપી ડિસેમ્બર મહિનાથી જેલમાં છે. આ કેસમાં 700 થી વધુ સાહેદ છે ટ્રાયલ લાંબી ચાલી શકે. ઝાલા ઉપર આક્ષેપ છે કે તેને BZ ફાયનાન્સિયલ સર્વિસિઝની ભાગીદારી પેઢી બનાવી, તેનું લાયસન્સ સાબરકાંઠા પુરતુ સીમિત હતું. તેને રોકાણ મેળવવા RBI ની મંજૂરી લીધી નહોતી.
તે રોકાણકારોને મૌખિક રીતે વધુ વ્યાજ આપવાનો વાયદો કરતો હતો. તેણે 11,183 રોકાણકારો પાસેથી રૂૂ. 422 કરોડનું રોકાણ કરાવ્યું હતું. તેના એજન્ટોએ કમિશન લીધું હતું અને તેમને જામીન મળી ચૂક્યા છે. તપાસમાં જે આંકડો આવ્યો છે તે મુજબ રોકાણકારોને 172 કરોડ ચૂકવવાના બાકી છે. તેના તરફથી એવી રજૂઆત હતી કે GPID એક્ટ મુજબ આરોપીની 54 કરોડની પ્રોપર્ટી જપ્ત કરવા કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે.
