ભાવનગરના મહિલા કોન્સ્ટેબલે વનરક્ષકમાં ફરજ બજાવતા પતિ વિરુધ્ધ નોંધાવી ફરીયાદ

અમદાવાદ ખાતે પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે ભાવનગર ખાતે રહેતા પતિ, સાસુ સહિતના સાત જેટલા સાસરિયા વિરૂૂદ્ધ દહેજ બાબતે માનસિક, શારિરીક ત્રાસ, માર મારવો…


અમદાવાદ ખાતે પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે ભાવનગર ખાતે રહેતા પતિ, સાસુ સહિતના સાત જેટલા સાસરિયા વિરૂૂદ્ધ દહેજ બાબતે માનસિક, શારિરીક ત્રાસ, માર મારવો સહિતની ફરિયાદ નોંધાવી છે. મહિલા કોન્સ્ટેબલે દોઢેક વર્ષ અગાઉ લગ્ન કર્યા હતા.


જેમાં પતિ વન રક્ષક તરીકે ભુજમાં નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું અને હાલ સાસરિયાના ત્રાસથી એક વર્ષથી રિસામણે હોય જેને લઇને સાસરિયા વિરૂૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.


ભાવનગર જિલ્લાના ગુંદી ગામે રહેતા મિતલબેન ભાસ્કરભાઇ ઢાપાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના દોઢેક વર્ષ અગાઉ ભાવનગર ખાતે રહેતા અને ભુજમાં વન રક્ષક તરીકે નોકરી કરતા મોહિત રાજુભાઇ બારૈયા (રહે. કિર્તી નર્સરી, બી. ડીવીઝન પોલીસ સ્ટેશન સામે) સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ અનેક વખત પતિ, સાસુ, નણંદ ત્રણેય એક સંપ કરી પરિણિતા નોકરી કરતી હોવા છતાં તેના પિતાએ કરિયાવર ઓછો આપ્યાનું કહી, માનસિક ત્રાસ આપતા હતા તેમજ દસથી વધુ વખત તેના પતિએ ઢોર મારમારી ઘરમાંથી કાઢી મુકી હતી. તેમજ મામાજી સસરા, માસાજી સસરાએ પણ ત્રાસ આપતા પરિણીતાએ તેના પતિ મોહિત રાજુભાઇ બારૈયા, સાસુ શિલ્પાબેન રાજુભાઇ બારૈયા, નણંદ દિવ્યાબેન રાજુભાઇ બારૈયા, મોટા સાસુ હંસાબેન જગદિશભાઇ બારૈયા, મામાજી સસરા હિમંતભાઇ, દિનેશભા, માસાજી સસરા મુકેશભાઇ સહિતના વિરૂૂદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વધુમાં તેમના નણંદ દિવ્યાબેન પણ રિસામણે હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *