બંગાળની બાંગ્લાદેશ સાથેની બોર્ડર BSFના હવાલે

શિક્ષકની નોકરી માટે વયમર્યાદામાં 5 વર્ષનો વધારો, કેન્દ્રીય યોજનાઓ લાગુ, શુવેન્દુ સરકારની પ્રથમ કેબિનેટમાં જ મોટો નિર્ણય પશ્ચિમ બંગાળમાં નવી રચાયેલી ભાજપ સરકારના મુખ્યમંત્રી શુવેન્દુ…

શિક્ષકની નોકરી માટે વયમર્યાદામાં 5 વર્ષનો વધારો, કેન્દ્રીય યોજનાઓ લાગુ, શુવેન્દુ સરકારની પ્રથમ કેબિનેટમાં જ મોટો નિર્ણય

પશ્ચિમ બંગાળમાં નવી રચાયેલી ભાજપ સરકારના મુખ્યમંત્રી શુવેન્દુ અધિકારીએ પ્રથમ કેબિનેટ બેઠકમાં જ અનેક ઐતિહાસિક અને મહત્ત્વના નિર્ણયો લીધા છે. પશ્ચિમ બંગાળમાં ભાજપની પ્રથમ સરકારની પ્રથમ કેબિનેટ બેઠક સોમવારે મળી હતી. મુખ્યમંત્રી શુવેન્દુ અધિકારીના નેતૃત્વમાં આ બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે, જેનો અમલ તાત્કાલિક અસરથી શરૂૂ કરી દેવામાં આવ્યો છે.

કેબિનેટનો સૌથી મહત્ત્વનો નિર્ણય બાંગ્લાદેશ સરહદ પર ઘૂસણખોરી રોકવા અંગેનો છે. સરકારે બાંગ્લાદેશ સરહદને અડીને આવેલી જમીન BSF (સીમા સુરક્ષા દળ) ને સોંપવાનો નિર્ણય કર્યો છે જેથી ત્યાં યોગ્ય રીતે ફેન્સિંગ (વાડ) કરી શકાય. જમીન ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા આજથી જ શરૂૂ થઈ જશે અને આગામી 45 દિવસમાં આ કામ પૂર્ણ કરવામાં આવશે. આ નિર્ણયથી બંગાળમાં લાંબા સમયથી ચાલી આવતી ગેરકાયદેસર ઘૂસણખોરીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

અગાઉની મમતા બેનર્જી સરકાર દ્વારા અટકાવવામાં આવેલી કેન્દ્રીય યોજનાઓને હવે બંગાળમાં લીલી ઝંડી મળી ગઈ છે. જેમાં આયુષ્માન ભારત: કેન્દ્રની આ આરોગ્ય યોજના હવે પશ્ચિમ બંગાળમાં પણ લાગુ થશે, જેનાથી ગરીબ પરિવારોને મફત સારવારનો લાભ મળશે. ભારતીય ન્યાય સંહિતા (BNS): દેશભરમાં અમલી બનેલા નવા કાયદા ’ભારતીય ન્યાય સંહિતા’ને હવે બંગાળમાં પણ સત્તાવાર રીતે લાગુ કરવામાં આવી છે. વસ્તી ગણતરી (Census): જૂન 2025 ના વસ્તી ગણતરી અંગેના કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પરિપત્રનો અમલ કરવાની પણ મંજૂરી અપાઈ છે.

શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવારો માટે સરકારે મોટી જાહેરાત કરી છે. શાળાના શિક્ષકોની નોકરી માટે અરજી કરનારા ઉમેદવારોની વયમર્યાદામાં 5 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલું આ વચન પ્રથમ કેબિનેટમાં જ પૂરું કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *