મોરબીમાં પાંચ વર્ષે બાવો બોલ્યો, ડ્રો થયા બાદ હવે આવાસોની થશે ફાળવણી

મોરબીના કામઘેનું બાયપાસ નજીક આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનાનો 2021 માં ડ્રો થયો હોય જે બાદ લાભાર્થીઓ પણ આવાસનું કામ અધૂરું હોવાથી રહેવા ગયેલ ના હોય…

મોરબીના કામઘેનું બાયપાસ નજીક આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનાનો 2021 માં ડ્રો થયો હોય જે બાદ લાભાર્થીઓ પણ આવાસનું કામ અધૂરું હોવાથી રહેવા ગયેલ ના હોય જેથી આવાસની હાલત ખંડેર જેવી થઇ હતી તો પાંચ વર્ષ બાદ તાજેતરમાં નિર્માણ થયેલ મહાનગરપાલિકાને આવાસની યાદ આવતા કામગીરી શરુ કરવામાં આવી છે. તત્કાલીન નગરપાલિકાના સમય દરમિયાન મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) હેઠળ દલવાડી સર્કલ, કામધેનું બાયપાસ પાસે આવેલ વાજેપરના સર્વે નંબર 1415 પૈકી ની જગ્યામાં 608 આવાસો 2021 માં તૈયાર કરવામાં આવ્યા હતા જે બાદ આવાસ યોજનાનું કામ પણ અધૂરું હોવા છતાં પણ ડ્રો કરી દેવામાં આવ્યો હોય અને 608 જેટલા લાભાર્થીઓને આવાસની ફાળવણી કરી દેવામાં આવી હતી જો કે આવાસનું કામગીરી અધુરી હોવાથી લાભાર્થીઓ રહેવા માટે ગયેલ ના હતા અને સમય વીત્યો અને આવાસની ખંડેર હાલત જોવા મળી હતી.

તાજેતરમાં મહાનગર પાલિકા અમલમાં આવતા આવાસ યોજનાની યાદ આવી છે સદર પ્રોજેક્ટનું બાંધકામનું કામ વર્ષ2021માં પૂર્ણ થયેલ હતું પરંતુ સાઈટ ઉપર બારી બારણા ફીટીંગ કામ,કલરકામ,ઇલેક્ટ્રિકનું બાકી કામ, ડ્રેનેજ ક્નેકશન, પ્લમ્બિંગ કામ, કંપાઉન્ડ વોલ, મેઈન ગેટ, ગાર્ડન, સ્ટ્રીટ લાઈટ તેમજ અન્ય પરચુરણ કામગીરી અધુરી હોઈ જે પૂર્ણ કરવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અધૂરા કામનું ટેન્ડરીંગ પ્રક્રિયા પૂર્ણ કરીને નિયમોનુસારની પ્રક્રિયા કરીને એજન્સીની નિયુક્તિ કરવામાં આવેલ છે. અને એજન્સી દ્વારા પ્રોજેક્ટ અન્વયેનું અધૂરું કામ પૂર્ણ કરવા અંગેની કામગીરી શરુ કરી દેવામાં આવેલ છે. આ કામ પૂર્ણ થયેથી IHSDP યોજનાના 608 આખરી થયેલ લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવશે તેવી માહિતી મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *