BAPSના મંદિરો ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનાના પ્રતીક : વડાપ્રધાન

BAPS સંસ્થાના આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવનું કરાયું આયોજન : એક લાખ જેટલા નિ:સ્વાર્થ કાર્યકરોનો અપૂર્વ રંગારંગ અભિવાદન સમારોહ ગૃહમંત્રી, મુખ્યમંત્રી સહિત સંતો, મહંતો રહ્યા ઉપસ્થિત:…

BAPS સંસ્થાના આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવનું કરાયું આયોજન : એક લાખ જેટલા નિ:સ્વાર્થ કાર્યકરોનો અપૂર્વ રંગારંગ અભિવાદન સમારોહ

ગૃહમંત્રી, મુખ્યમંત્રી સહિત સંતો, મહંતો રહ્યા ઉપસ્થિત: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વીડિયો સંદેશ પાઠવ્યો


વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સેવા, સમર્પણ અને ગુરુભક્તિથી છલકાઈ રહેલાં એક લાખ જેટલાં કાર્યકરોનું રોમાંચક પ્રસ્તુતિઓથી અદભુત અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં બી.એ.પી.એસ. ની કાર્યકર પ્રવૃત્તિના મધ્યસ્થ કાર્યાલયના મુખ્ય કાર્યવાહક સંત યજ્ઞપ્રિય સ્વામીએ તેઓના સંબોધનમાં મહંત સ્વામી મહારાજને કાર્યકરોને વધાવવાનો કેવો ઉમંગ છે તેના વિષે વાત કરી હતી.ત્યારબાદ કલાત્મક વિશિષ્ટ રથમાં મહંત સ્વામી મહારાજનું આગમન થયું ત્યારે અદભુત માહોલ રચાયો હતો. સમગ્ર સ્ટેડિયમમાંથી પસાર થઈ રહેલાં મહંત સ્વામી મહારાજના રથની સમાંતર ચાલી રહેલી પ્રસ્તુતિમાં – જેમ જેમ રથ આગળ વધતો ગયો એટલે કે સત્પુરુષનો સંસ્પર્શ સૌ કાર્યકરો પામતા ગયા તેમ તેમ વિખરાયેલા મણકા એક માળામાં પરોવાઈ ગયા અને ગુલાબની પાંખડીઓ ક્યારેય ન કરમાય તેવી સુવર્ણ પાંખડીઓમાં પરિવર્તન પામી આવી અર્થપૂર્ણ અને આકર્ષક રીતે મહંત સ્વામી મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું.955 બાળ-યુવા કાર્યકરો દ્વારા રજૂ કરાયેલી આ વિશિષ્ટ પ્રસ્તુતિ માટે 550 પુષ્પ પાંખડીઓ અને 225 મણકા બનાવવામાં ચાર મહિના જેટલો સમય લાગ્યો હતો. ત્યારબાદ મહંત સ્વામી મહારાજ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.દીપ પ્રાગટ્ય બાદ કાર્યકરોની નિસ્વાર્થ સેવાભાવનાનો જયજયકાર કરતા આ કાર્યક્રમમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.


પ્રધાનમંત્રી ઉદ્બોધનમાં જણાવ્યુ હતુ કે બી.એ.પી.એસ. ની કાર્યકર શક્તિ માનવજાતના હિત માટે છે. બી.એ.પી.એસ ના કાર્યકરો વિશ્વમાં ભારતના પ્રભાવને ઉજાગર કરી રહ્યા છે. બી.એ.પી.એસ ના મંદિરો ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનાના પ્રતીક છે. પ્રમુખ સ્વામી મહારાજ સાથેનો મારો નાતો મારા જીવનનો એક અભિન્ન હિસ્સો છે.


તાજેતરમાં બી.એ.પી.એસ. ના અબુ ધાબીમાં નિર્મિત મંદિરે વિશ્વને ભારતની આધ્યાત્મિક શક્તિના દર્શન કરાવ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજના પારિવારિક શાંતિ માટે ઘરસભા જેવા અભિયાનોને આપણે આગળ ધપાવવાના છે.


ત્યારબાદ બી.એ.પી.એસ. ના આંતરરાષ્ટ્રીય સંયોજક ઈશ્વરચરણ સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.એક નાના બીજમાંથી વટવૃક્ષ બનેલી આ સ્વયંસેવક-સેવાઓ ભારત અને વિશ્વભરમાં કેવી રીતે વ્યાપી અને અનેક વિપરીત સંજોગોના વાવાઝોડા વચ્ચે પણ કર્તવ્યનિષ્ઠ રહેનાર કાર્યકરોની રોમાંચક ગાથાઓ આ વિભાગમાં પ્રસ્તુત થઈ હતી.વિપરીત પરિસ્થિતિઓમાં પણ સેવામાં અડગ રહેતા બી. એ. પી. એસ. ના મહિલા કાર્યકરોના અને પુરુષ કાર્યકરોના વિશિષ્ટ પ્રસંગો પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું.આ કાર્યકરોની નિસ્વાર્થ સેવાઓનાં મીઠાં ફળ સમાજના કરોડો લોકો માણી રહ્યા છે, તેની દિલધડક પ્રસ્તુતિ આ વિભાગમાં રજૂ થઈ હતી. જમીનમાં તો ફળ થાય, પરંતુ આકાશમાં ફળ ઉગાડવા જેવી અશક્ય લગતી બાબતોને પોતાની નિષ્ઠા અને સમર્પણથી સાકાર કરનાર લોકોની ભેટ વિશ્વને આ કાર્યકરોના રૂૂપમાં મળી છે.


ત્યારબાદ બી. એ. પી. એસ. ના વરિષ્ઠ સંત બ્રહ્મવિહારી સ્વામીએ તેઓના ઉદ્બોધનમાં જણાવ્યું, કાર્યકરોનું અભિવાદન કરવા માટે આજે પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિન કરતાં ઉત્તમ દિવસ અને સમય કયો હોઈ શકે? બી.એ.પી.એસ. ના કાર્યકરોએ વિશાળ સંઘશક્તિનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું – અમદાવાદમાં યોજાયેલ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ વખતે. જ્યારે કાર્યકરોએ અકલ્પનીય કાર્ય શક્ય બનાવ્યું, 600 એકરમાં નગર ઊભું કરી દીધું, જેમાં સવા કરોડ જેટલાં લોકો પવિત્ર પ્રેરણા લઈને ગયા. 80,000 સ્વયંસેવકો જયાં તને-મને-ધને ન્યોછાવર થઈ ગયા.


બી.એ.પી.એસ. ના કાર્યકરોએ ઓછી સંખ્યામાં હોવા છતાં સંપ અને કાર્યનિષ્ઠાનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું હતુ.ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યા હતા.


ત્યારબાદ મહંત સ્વામી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા. મહંત સ્વામી મહારાજને પુષ્પહારોથી વધાવ્યા બાદ ઉત્સવની પૂર્ણાહુતિમાં મહાઆરતી કરવામાં આવી હતી.બાળ-કિશોર-યુવા વૃંદ દ્વારા ન કાર્યકરાણાં અભિવંદનમ્, સમર્પિતાનામ્ અભિવંદનમ્થ શબ્દો દ્વારા નૃત્યાંજલિ પ્રસ્તુત કરવામાં આવી હતી. કાર્યક્રમના સમાપનમાં ફાયરવર્ક્સ અને રિસ્ટ બેન્ડસ્ સાથેની અદભુત પ્રસ્તુતિ સાથે નકાર્યકર સુવર્ણ મહોત્સવની જયથ ના જયજયકાર સાથે આ ઐતિહાસિક અવસરના સાક્ષી બની સૌએ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *