ન રહે બાંસ ના બજેગી બાંસુરી: નીટ કાયમી ધોરણે બંધ કરવા તામિલનાડુના સીએમની માગ

નીટ પેપર લીકને લઈને દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે, તમિલ સિનેમાના ’થલાપતિ’ વિજય – તેમની પાર્ટી, તમિઝગા વેત્રી કઝગમ (TVK ) દ્વારા – વિદ્યાર્થીઓને ટેકો…

નીટ પેપર લીકને લઈને દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે, તમિલ સિનેમાના ’થલાપતિ’ વિજય – તેમની પાર્ટી, તમિઝગા વેત્રી કઝગમ (TVK ) દ્વારા – વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે આગળ આવ્યા છે. TVK એ નીટ પરીક્ષા અંગે એક અલગ માંગણી કરી છે. તબીબી ઉમેદવારોના પક્ષમાં અવાજ ઉઠાવતા, પાર્ટીએ મંગળવારે જણાવ્યું હતું કે ફક્ત નીટમાં ગેરરીતિઓ અટકાવવાનું પૂરતું નથી; તેના બદલે, સમગ્ર પ્રવેશ પરીક્ષા કાયમી ધોરણે રદ કરવી જોઈએ.

વિદ્યાર્થીઓના ભવિષ્ય અને રાજ્યોના અધિકારોનો ઉલ્લેખ કરતા, TVK એ મોટા બંધારણીય ફેરફારોની પણ હાકલ કરી છે. પાર્ટી માને છે કે આ મુદ્દાનો કાયમી ઉકેલ શોધવા માટે, શિક્ષણને બંધારણની ’સમવર્તી સૂચિ’માંથી ’રાજ્ય સૂચિ’માં ખસેડવું જોઈએ. પાર્ટીએ સૂચન કર્યું કે જો આમ કરવામાં કાનૂની અવરોધો ઉભા થાય, તો વચગાળાના પગલા તરીકે ’વિશેષ સમવર્તી સૂચિ’ બનાવી શકાય છે. આનાથી રાજ્ય સરકારોને તબીબી શિક્ષણ પર સંપૂર્ણ અધિકાર મળશે. પાર્ટીએ ભાર મૂક્યો, “આ લાંબા ગાળાના અને વચગાળાના બંને માટે અમારું વિઝન છે. અમારા નેતા વિજયે પહેલાથી જ આ ઉકેલની રૂૂપરેખા આપી છે.

મંગળવારે વિજયે રેપર ’થેરુકુરાલ’ અરિવુને મળ્યા, જે ગઊઊઝ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. અરિવુ ગઊઊઝ પરીક્ષા સામે તમિલનાડુ સચિવાલયની બહાર વિરોધ કરી રહ્યો હતો. સચિવાલયમાં તૈનાત પોલીસ કર્મચારીઓએ શરૂૂઆતમાં અરિવુને વિરોધ સ્થળ પરથી દૂર કર્યો હતો પરંતુ બાદમાં, મુખ્યમંત્રી વિજયની સૂચનાને અનુસરીને, તેને સચિવાલયની અંદર લાવ્યા, જ્યાં વિજય તેમને મળ્યા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *