દિલ્હી હાઈકોર્ટે અનામત વિરુદ્ધ વિરોધ પ્રદર્શન યોજવાની મંજૂરી નકારવા બદલ પોલીસને ફટકાર લગાવી છે. ક્ષત્રિય કરણી સેના દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન, ન્યાયમૂર્તિ સ્વર્ણ કાંતા શર્માએ સવાલ ઉઠાવ્યો હતો કે આવો સંપૂર્ણ પ્રતિબંધ કેવી રીતે લાદી શકાય.
કરણી સેના વતી હાજર રહેલા વકીલ રોશન ધનાઈએ કોર્ટને જણાવ્યું હતું કે તેમની તરફથી બે અરજીઓ દાખલ કરવામાં આવી હતી. પ્રથમ અરજી મેટા (ખયફિં) દ્વારા – ખાસ કરીને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર – એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરવા અંગેની હતી. તેમણે જણાવ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બાદમાં પુન:સ્થાપિત કરવામાં આવ્યું હતું, પરંતુ ફેસબુક એકાઉન્ટ (ખાસ કરીને લાઈવ વિડિયો ફીચર) અને વોટ્સએપ નંબર હજુ પણ સસ્પેન્ડેડ છે. બીજી અરજી જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન યોજવાની મંજૂરી મેળવવા અંગેની હતી. કોર્ટે અગાઉ દિલ્હી પોલીસને આ અરજી પર વિચારણા કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ન્યાયમૂર્તિ સ્વર્ણ કાંતા શર્માનો સવાલ આના જવાબમાં, ન્યાયમૂર્તિ સ્વર્ણ કાંતા શર્માએ દિલ્હી પોલીસને પૂછ્યું, “તમે તેને નકારી કાઢી? શા માટે? શું આવો આદેશ પસાર કરી શકાય? માત્ર એટલા માટે કે તમને આશંકા છે કે લોકો આવી શકે છે? તમે આવો આદેશ કેવી રીતે આપી શકો?”
