બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે વિવાદ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યો છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં બ્રિજરાજદાન ગઢવીનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો આ વીડિયોમાં તેઓએ જણાવ્યું હતું કે અમે રૂૂપિયાના માણસો નથી અને સંબધોના માણસો છીએ. અમે રૂૂપિયા માટે નહી પરતું અમે સંબધ સાચવ્વા માટે જીવએ છીએ. એક વાર હા પાડી દીધી પછી ગમે તેટલા રૂૂપિયાનો કોઈ ઢગલ કરે તો પણ અમે ના જઈએ. અમારૂૂ કોઈ બિલ નથી બનવાનું અમે દિલથી આવ્યા છીએ. અમારા મામાને રાજી કરવા આવ્યા છીએ.
અગાઉ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલ ઓડિયો ક્લિપમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને આયોજક ભગવતસિંહ વાત કરી રહ્યા છે. ઓડિયો ક્લિપની શરૂૂઆતમાં ભગવતસિંહ ખવડને કહી રહ્યા છે કે, શું મે કર્યું છે ભાઈ ? જેના જવાબમાં દેવાયત ખવડ કહે છે કે, મારી ગાડીનો કાચ ફોડ્યો, મારે કલાક કદાચ મોડું થયું, મે પૈસામાં નહીં પણ સંબંધમાં હા પાડી, અને તમે ગાડી આડી ઊભી રાખી અને ગાડીની ચાવી લઈ લીધી. આ દરમિયાન આયોજક કહે છે કે, મારા બે લવ કુશના સોંગધ જો હું એવું હલકું કૃત્ય કરતો હોય તો… આ તરફ ખવડ કહે છે કે, તમારો ભત્રીજો હારે હતો, તમે થાર આડી ઊભી રાખી દીધી, તમે કાયદેસર મારી આબરૂૂમાં હાથ નાખ્યો છે. હું બોલ બચ્ચન નથી. પ્રોગ્રામ ગયા.. હું સંબંધમાં હા પાડીને આવ્યો હતો, હવે તમે તૈયારીમાં ન રહો તો માતાજીના સમ છે.
શું હતી ઘટના
કાર પર હુમલો થયા બાદ દેવાયત ખવડની કાર ગાયબ થઈ ગઈ હતી. ગઈકાલ અમદાવાદ ગ્રામ્યમાં દેવાયત ખવડે બે પ્રોગ્રામમાં હાજર રહેવા ડીલ કરી હતી. આયોજકે હાજર રહેવા માટે રૂપિયા આપ્યા હતા. દેવાયત ખવડ સનાથલ અને સાણંદ પાસેના પ્રોગ્રામમાં હાજર રહેવાનો હતો. આ ઘટનામાં ચર્ચા એવી થઈ રહી છે કે, બે પ્રોગ્રામ પૈકી સનાથલ પાસેના પ્રોગ્રામમાં હાજર ન રહેતા આયોજકોમાં રોષ હતો અને કાર લેવા બીજા દિવસે પહોંચતા કાર પર હુમલો કરાયો હતો.
