ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા વર્ગ-3ની સીધી ભરતી માટેની લાયકાતમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી, GSRTCમાં વર્ગ-3ની નોકરીઓ માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે સ્નાતકની ડિગ્રી હોવી ફરજિયાત રહેશે અગાઉ ધો. 12 પાસને સીધી ભરતી દ્વારા નોકરી મળી શકતી હતી.
આ ફેરફાર સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક : 0.-05/27/2014/કભય/102014/87/0, તા.30/9/2019 અને નિગમના સંચાલક મંડળના ઠરાવ નં.10036, તા.29/1/2024 અનુસાર કરવામાં આવ્યો છે.
નવા નિયમ મુજબ, ક્લાર્ક કક્ષાની સીધી ભરતી માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત હવે ધોરણ 12ને બદલે ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થાપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સીટીઓ પૈકી કોઈપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ-1956ની કલમ-3 હેઠળ ડીમ્ડ યુનિવર્સીટી તરીકે જાહેર થયેલી બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી નિયત કરવામાં આવે છે.