ઓસ્ટ્રેલિયન ઓપનની ઇનામી રકમમાં 16 ટકાનો માતબર વધારો

  વર્ષની સૌપ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ એવી ઓસ્ટ્રેલિયન ઓપનની ઈનામી રકમમાં ગત વર્ષની તુલનાએ 16 ટકાનો વધારો કરાતા વિક્રમી સ્તરે પહોંચી છે. 18 જાન્યુઆરીથી ટુર્નામેન્ટનો…

 

વર્ષની સૌપ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ એવી ઓસ્ટ્રેલિયન ઓપનની ઈનામી રકમમાં ગત વર્ષની તુલનાએ 16 ટકાનો વધારો કરાતા વિક્રમી સ્તરે પહોંચી છે. 18 જાન્યુઆરીથી ટુર્નામેન્ટનો પ્રારંભ થઈ રહ્યો છે. આયોજકોએ મંગળવારે જણાવ્યું કે, આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનમાં 111.5 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર અર્થાત 75 મિલિયન યુએસ ડોલર (આશરે રૂૂ.676 કરોડ)ના ઈનામો અપાશે. મહિલા તથા પુરૂૂષ એકલ ચેમ્પિયનને અનુક્રમે રૂૂ. 25.23 કરોડ (2.8 મિલિયન ડોલર)નું રોકડ ઈનામ અપાશે.

ગત વર્ષની તુલનાએ આ ઈનામી રકમમાં 19 ટકા વધારો કર્યો છે. ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટ માટે રોકડ ઈનામમાં 16 ટકા વૃદ્ધિ કરાઈ છે અને આયોજકોના મતે મુખ્ય ડ્રોમાં સામેલ તમામ એકલ અને યુગલ ખેલાડીઓને ઓછામાં ઓછો 10 ટકા વધારો મળશે. ટેનિસ ઓસ્ટ્રેલિયાના ચીફ એક્ઝિક્યુટિવ ક્રેગ ટાઈલીએ જણાવ્યું કે, ઈનામી રકમમાં કરાયેલો વધારો ટેનિસમાં તમામ સ્તરે અમારા સમર્થનની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *