જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં જુદાજુદા સ્થળે આતંકી ગતીવીધીઓના બે બનાવ નોંધાયા છે. સુંદરબની વિસ્તારમાં આતંકીઓએ પેટ્રોલીંગ કરી રહેલા સેનાના વાહન પર આડેધડ ગોળીબાર કર્યો હતો. આજના અગાઉના બનાવમાં ભારતમાં ઘુસવાનો પ્રયાસ કરતા પાક. ઘુસણખોરને બીએસએફના જવાનોએ ઠાર માર્યો હતો.
આ હુમલો સુંદરબની વિસ્તારમાં થયો હતો. સુંદરબનીના એક ગામમાં બપોરે 1 વાગ્યાની આસપાસ આતંકી હુમલાની આ ઘટના બની હતી.
પ્રારંભિક અહેવાલો અનુસાર, આતંકવાદીઓએ સેનાના વાહન પર એકથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હુમલા સમયે સેનાનું વાહન પેટ્રોલિંગ કરી રહ્યું હતું. આ હુમલામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
અન્ય બનાવમાં આજે વહેલી પરોઢે, બીએસએફ સૈનિકોએ ઇઘઙ તાશપાટન, પઠાણકોટ સરહદી વિસ્તારમાં ઈંઇ (આંતરરાષ્ટ્રીય બોર્ડર) પર એક શંકાસ્પદ હિલચાલ જોવી અને એક ઘૂસણખોર ઈંઇને પાર કરતો જોવા મળ્યો; તેને સતર્ક સૈનિકોએ પડકાર્યો હતો પરંતુ તેને કોઈ ધ્યાન આપ્યું ન હતું અને આગળ વધતા રહ્યા હતા. બોર્ડર ફોર્સે કહ્યું કે ઘૂસણખોરીની ઓળખ અને હેતુની તપાસ કરવામાં આવી રહી છે.