પીએમ મોદીના માતા હિરાબાના નામે 511 દીકરીઓને અપાયેલા સહાયકના ચેક રિટર્ન

ગુજરાતમાં ગરીબ વિદ્યાર્થિનીઓ સાથે ક્રૂર મશ્કરીનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ’હીરાબાનો ખમ્મકાર ફાઉન્ડેશન’ દ્વારા અંકલેશ્વરમાં 511 દીકરીઓને શૈક્ષણિક સહાયના અપાયેલા ચેક બાઉન્સ થતા વાલીઓ…

ગુજરાતમાં ગરીબ વિદ્યાર્થિનીઓ સાથે ક્રૂર મશ્કરીનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ’હીરાબાનો ખમ્મકાર ફાઉન્ડેશન’ દ્વારા અંકલેશ્વરમાં 511 દીકરીઓને શૈક્ષણિક સહાયના અપાયેલા ચેક બાઉન્સ થતા વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં ચેક વિતરણ કરાયા હતા. ચેક રિટર્ન થતા ₹500નો દંડ પણ વાલીઓને ભરવો પડ્યો છે.

સુરતના ઉદ્યોગપતિ અને બિલ્ડર પિયુષ દેસાઈ સંચાલિત ’હીરાબાનો ખમ્મકાર ફાઉન્ડેશન’ દ્વારા અંકલેશ્વરની 511 દીકરીઓને શૈક્ષણિક સહાયના ચેક અપાયા હતા, જેમાંથી કેટલાક ચેક બેંકમાંથી રિટર્ન થતા જરૂૂરતમંદ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.

રાજ્યની 21,000 દીકરીઓને રૂૂ. 7,500ની સહાય આપવાના અભિયાન હેઠળ ભરૂૂચના ભાજપ અગ્રણી જનક શાહ (પિન્ટુભાઈ)ના પ્રયાસોથી આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા અને ભરૂૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ચેક વિતરણ કરાયા હતા.

પરેશાન વાલીઓએ જ્યારે હીરાબાનો ખમ્મકાર ફાઉન્ડેશનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કચેરીનો ફોન સતત સ્વિચ ઓફ આવતો હોવાનું જાણવા મળ્યું છે. પિયુષ દેસાઈ પાસેથી આ અંગેની જાણકારી મેળવવા વારંવાર મોબાઈલ ફોનથી સંપર્ક કરવા છતા સંપર્ક થઈ શક્યો નહોતો. આ ગંભીર મામલે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સાંસદ મનસુખ વસાવાનો સંપર્ક સાધતા તેમણે પણ ફોન રિસીવ કરવાનું ટાળી મૌન સેવી લીધું હતું.

બીજી બાજુ,આયોજક જનક શાહે મંડપ અને ચા-નાસ્તામાં પોતાના લાખ રૂૂપિયા ખર્ચાયા હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું કે, સંકલન હતું તેના માલિક હાલ તકલીફમાં હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. વિદ્યાર્થિઓના ચેક વહેલી તકે ક્લિયર થાય તેવા અમારા પ્રયાસો ચાલુ છે. ચેક રિટર્ન અને રૂૂ. 500ની પેનલ્ટીના મુદ્દે ભરૂૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું કે, આ અંગે તેમને કોઈ માહિતી નથી. તેમણે આ સમગ્ર મામલે પોતાનો બચાવ કરતા કહ્યું કે, તેઓ તપાસ કર્યા બાદ જ આગળ કંઈ કહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *