રણમલ તળાવમાં પાણીનું સ્તર નીચે જતાં ઘડિયાલી કૂવો દેખાયો

ત્રણ મહિના વહેલું જળ પ્રમાણ ઘટતા લોકોમાં ચિંતા વધી જામનગર શહેર ની મધ્યમાં આવેલા રણમલ તળાવમાં ધીંમે ધીમે પાણી ના સ્તર માં ઘટાડો નોંધાઇ રહ્યો…

ત્રણ મહિના વહેલું જળ પ્રમાણ ઘટતા લોકોમાં ચિંતા વધી

જામનગર શહેર ની મધ્યમાં આવેલા રણમલ તળાવમાં ધીંમે ધીમે પાણી ના સ્તર માં ઘટાડો નોંધાઇ રહ્યો છે, જેની સાક્ષી રૂૂપે તળાવ ની વચ્ચે આવેલો ઘડિયાલી કૂવો તળાવ ની જળસ્તરનાં વધ-ઘટનો સૂચક છે. ઘડિયાલી કૂવો ડૂબી જાય એટલે તળાવમાં ભરપૂર જળરાશિ એકત્ર થઈ રહી છે, એમ કહેવાય અને કૂવો દેખાવા લાગે એટલે જળસ્તર ઘટયુ એમ કહેવાય છે.

સામાન્ય રીતે ઉનાળામાં માર્ચ એપ્રિલમાં ઘડિયાલી કૂવો દેખાવા લાગે છે, અને ચોમાસામાં સારો વરસાદ તથા તળાવમાં નહેર વાટે વરસાદી પાણી ઠલવાય ત્યારે કૂવો ડુબી જાય છે. પરંતુ આ વર્ષે જાન્યુઆરી મહિના ના આરંભે જ ઘડિયાલી કૂવો દેખાવા લાગ્યો છે.

ઉનાળાનાં તાપ પહેલા જ તળાવનું જળસ્તર ઘટી જતાં ચિંતાજનક સ્થિતિ છે, એમ કહી શકાય. અગાઉ વહીવટી તંત્ર દ્વારા તળાવમાં પાણી નું જળ સ્તર ઘટી ગયું હોવાથી પસૌનીથ યોજના હેઠળનું દરેડની કેનાલ મારફતે પાણી પહોંચાડવામાં આવ્યું હતું, તે રીતે આ વખતે પણ જો પાણી પહોંચાડવા ની જરૂૂરિયાત ઊભી થાય, તેમ પણ મનાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *