પ્રાણીઓનું રક્ષણ અને જાળવણીના હેતુથી લોકમાંગ
સમગ્ર દેશમાં ફક્ત ગીર વિસ્તાર માં એશીયાટિક સિંહો નો વસવાટ જોવા મળે છે. જંગલ માં માલધારીઓની સંખ્યા માં ઘટાડો, હોટલો નો વિકાસ,રિસોર્ટ ક્લચર જેવા અનેક કારણોથી સિંહ અને અન્ય પ્રાણીઓ હવે ગામડાઓમાં વસવાટ કરતા જોવા મળી રહ્યા છે. ગીર બાદ અમરેલી જિલ્લામાં પણ સિંહોનો વસવાટ હાલ વધી રહ્યો છે અમરેલી જિલ્લા ના છેવાડા ના ગ્રામીણ વિસ્તાર એવા વડિયામાં પણ છેલ્લા ઘણા સમયથી સિંહ પરીવાર નો વસવાટ કાયમી બનતો જોવા મળી રહ્યો છે તેની સાથે આ વિસ્તાર માં દીપડા, હરણ, નીલગાય સહિતના વન્ય પ્રાણીઓનો વસવાટ આ વિસ્તાર બની ચુક્યો છે. ચોમાસા બાદ સિંહોની ખૂબ મોટી સંખ્યામાં વસવાટ વડિયા વિસ્તારના અનેક ગામડાઓમા જોવા મળે છે. સુરવો નદી અને ડેમ વિસ્તાર, સાંકરોળી ડેમ વિસ્તાર માં હવે કાયમી સિંહોનો વસવાટ બની ચુક્યો છે ત્યારે રોજ ડેમ અને નદી વિસ્તાર માં સિંહ પરીવાર વિહરતો જોવા મળે છે.
આ વિસ્તાર માં માલધારીઓનો પણ મોટી સંખ્યમાં વસવાટ છે ત્યારે અહીં ખુબ મોટા પ્રમાણ માં પાલતુ પશુઓ હોવાથી, પાણી અને રહેવા માટે વાતાવરણ અનુકૂળ આવતા હવે આ સિંહો અને અન્ય વન્ય પ્રાણીઓના રક્ષણ અને જાણવણી માટે અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં વન વિભાગ ના વાઈલ્ડ લાઈફ ની કચેરી સ્થાપવી અનિવાર્ય બની ચુકી છે. હાલ વડિયા એ લીલીયા વાઈલ્ડ લાઈફ કચેરી નીચે આવે છે ત્યારે લીલીયા અહીંથી 80કિમિ આસપાસ દૂર થાય છે ત્યારે સ્થાનિક લેવલે તમામ જાળવણી કરી શકાય અને વન્ય પ્રાણીઓનું રક્ષણ અને જાળવણી કરી શકાય તેવા હેતુથી વડિયા ખાતે વાઈલ્ડ લાઈફ કચેરી સ્થાપવી અનિવાર્ય બનતી જોવા મળી રહી છે.
