સંવાદ સેતુના માધ્યમથી જનસંપર્ક વધુ મજબૂત બનાવવા અને સોશિયલ મીડિયાનો પ્રભાવી ઉપયોગ કરવા અપીલ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે ભાજપના સાંસદો- ધારાસભ્યોના કલાસ લીધા
ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી નીતિન નવીનજીએ તેમના સંબોધનમાં યુવા મોરચાના તેઓના કાર્યકાળ દરમિયાન તેઓએ ભૂતકાળમાં કરેલા ગુજરાતના સંગઠનાત્મક પ્રવાસના સંસ્મરણો વાગોળ્યા હતા અને જણાવ્યું હતું કે, ઘણા વર્ષ અગાઉથી જ ગુજરાત ભાજપાની કાર્યપ્રણાલી સુવ્યવસ્થિત અને સમયબદ્ધ અને ઉદાહરણરૂૂપ રહી છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના અંતિમ વ્યક્તિ સુધી વિકાસ પહોંચાડવાના અંત્યોદયના વિચાર તેમજ ડો. શ્યામાપ્રસાદ મુખર્જી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત‘ ની કલ્પનાને આત્મસાત કરી વિકાસની સાથે સમગ્ર દેશને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલી કાર્યસંસ્કૃતિ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક દ્રષ્ટિ થી મજબૂત કરી રહી છે.
તેમણે જણાવ્યું કે, ઊંચાઈ પર પહોંચવું જેટલું કઠિન છે, એટલું જ કઠિન એ સ્થાનને જાળવી રાખવાનું છે. ભારતીય જનતા પાર્ટીના મજબૂત નેતૃત્વ, સ્પષ્ટ નીતિ અને વિકાસની રાજનીતિ થી જનતામાં ભાજપા પ્રત્યેનું સમર્થન છે.
તેઓએ સંવાદ સેતુના માધ્યમથી સાંસદ અને ધારાસભ્યોને જનસંપર્ક વધુ મજબૂત, પ્રભાવી અને અસરકારક બનાવવા તેમજ નવાચાર પર ભાર મૂકી કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓનો મતવિસ્તારમાં વ્યાપ વધારવા તથા સોશીયલ મીડિયાના પ્રભાવી ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ માઇક્રો મેનેજમેંટ થકી સુનિયોજીત વ્યવસ્થા અંગે પણ ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિશ્વનેતા લોકપ્રિય જનનાયક એવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના તેમજ કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનો જનાધાર વધ્યો છે અને હવે આપણને સૌને ભારતીય જનતા પાર્ટીના અત્યાર સુધીના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિ નવીનજીનો માર્ગદર્શન પણ મળી રહેશે. તાજેતરમાં જ ત્રણ કર્તવ્યો ઉપર આધારિત કેન્દ્રીય બજેટ રજૂ થયું તેને જ અનુસરતા અને ૠઢઅગ- ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ ના ચાર સ્તંભને કેન્દ્રબિંદુ પર રાખી રાજ્યનું બજેટ પણ રજૂ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી મળ્યા બાદ શ્રી નીતિન નવીનજીની ગુજરાતની આ પ્રથમ મુલાકાત માત્ર એક ઔપચારિક પ્રવાસ નથી, પરંતુ તે બિહારની વૈચારિક ગહનતા અને ગુજરાતની પ્રગતિશીલ વિકાસ દ્રષ્ટિનો અદભૂત સમન્વય છે. ગુજરાતે સાબિત કર્યું છે કે મજબૂત સંગઠન અને દ્રઢ સંકલ્પના જોરે સિદ્ધિઓ હાંસલ કરી શકાય છે, જ્યારે બિહારે ધીરજ અને પ્રતિબદ્ધતા દ્વારા પરિવર્તનનો માર્ગ બતાવ્યો છે. જ્યારે આ બંને રાજ્યોની વિચારધારા એક મળે છે, ત્યારે રાષ્ટ્રીય ઊર્જાનું નિર્માણ થાય છે.
શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી માટે રાજકારણ એ માત્ર સત્તા સુધી મર્યાદિત નથી તે સેવા, સંકલ્પ અને સંસ્કારનો માર્ગ છે. ભાજપાએ દેશમાં અને રાજ્યમાં વિકાસ પારદર્શિતા અને રાષ્ટ્રહિતને પ્રથમ સ્થાને રાખ્યું છે. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેઓએ કહ્યું કે, શ્રી નીતિન નવીનજી યુવાવસ્થા થી જ સક્રિય રાજનીતિમાં છે, અને તેઓ સાથે યુવા મોરચામાં કાર્ય કરવા મળ્યું તે મારું સૌભાગ્ય છે.
પક્ષ માટે માટે રાત દિવસ જોયા વગર કામ કરતા કાર્યકર્તાઓ માટે યુવા મોરચા માં જેમણે ખૂબ કામ કર્યું છે તેવા શ્રી નીતિન નવીનજીનું રાષ્ટ્રીય અધ્યક્ષ બનવું એ ગૌરવની બાબત છે. શ્રી નીતિન નવીનજી મિલેનિયલ અધ્યક્ષ છે જે દેશની રેડિયો થી લઇ અઈં સુધીની દેશની યાત્રાના સાક્ષી રહ્યાં છે.
