જાપાની મિયાઝાકી કેરીનું આગમન, 1 નંગના રૂા.900 બોલાયા

  પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં આદિત્યાણા ગામેથી જાપાનની મિયાઝાકી કેરીના 11 નંગ આવક સ્વરૂૂપે નોંધાયા હતા. હરાજીમાં એક કેરીનો ભાવ ₹900 બોલાયો હતો અને કુલ 11…

 

પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં આદિત્યાણા ગામેથી જાપાનની મિયાઝાકી કેરીના 11 નંગ આવક સ્વરૂૂપે નોંધાયા હતા. હરાજીમાં એક કેરીનો ભાવ ₹900 બોલાયો હતો અને કુલ 11 કેરી ₹9,900માં વેચાઈ હતી. આ કેરી પોરબંદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન લક્ષ્મણ ઓડેદરાના આદિત્યાણા ગામે આવેલા ફાર્મમાં ઉગાડવામાં આવી છે, તેમજ આ વર્ષે પોરબંદરમાં પહેલીવાર મિયાઝાકી કેરીની આવક થઈ છે.

આ મિયાઝાકી કેરી પોરબંદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન લક્ષ્મણ ઓડેદરાના આદિત્યાણા ગામે આવેલા ફાર્મમાં ઉગાડવામાં આવી છે. આ વર્ષે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં પહેલીવાર જાપાનની મિયાઝાકી કેરીની આવક નોંધાઈ છે, જ્યારે ગત વર્ષે પણ પોરબંદરમાં ચોરવાડથી મિયાઝાકી કેરી આવી હતી.મૂળ જાપાનની મિયાઝાકી કેરીનો આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ પ્રતિ કિલો ₹1.5 લાખથી ₹3 લાખ સુધી રહે છે. હવે આ કેરીનું ઉત્પાદન પોરબંદર જિલ્લામાં સ્થાનિક કક્ષાએ થઈ રહ્યું છે, અને શિયાળાની ઋતુમાં કેરીની આવક થતાં વેપારીઓ સહિત લોકો ખરીદી માટે હરાજીમાં ભાગ લઈ રહ્યા છે.

પોરબંદર માર્કેટિંગ યાર્ડની સુદામા ફ્રુટ કંપનીમાં બરડામાંથી કેરીનાં આશરે 15 બોક્સ આવ્યા હતા, જેમાં સુપર કેસર કેરીનાં 4 બોક્સ હતાં અને આ કેરીનો ભાવ પ્રતિ કિલો ₹551 રહ્યો હતો. સામાન્ય રીતે કેરી ઉનાળાનું ફળ ગણાય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી શિયાળામાં પણ કેરીની આવક થઈ રહી છે અને પોરબંદર જિલ્લામાં સ્થાનિક કેસર કેરીની આવક 10 મહિનાથી ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *