જુનાગઢનાં સક્કરબાગ ઝૂ માં નવા મહેમાનનું આગમન થયું છે. રાજકોટ ઝુ માંથી સફેદ વાઘની જોડી સક્કરબાગ ઝુ માં આવી છે. જુનાગઢ ઝુ માંથી એક સિંહની જોડી પ્રદ્યુમન પાર્કમાં મોકલાઈ છે. એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. હાલ બંને વાઘને કોરોનટાઈન ફેસિલિટીમાં રાખવામાં આવ્યા છે. સમય પૂર્ણ થયા બાદ મુલાકાતીઓ માટે સફારી રોડ પર ખુલ્લા મુકાશે.
થોડા સમય પહેલા જ રાજકોટ ઝૂ માં સફેદ વાઘણ ગાયત્રીએ બે સફેદ વાઘબાળને જન્મ આપ્યો હતો. તેમજ રાજ્યમાં સૌથી વધુ સફેદ વાઘબાળની સંખ્યા રાજકોટમાં છે. પ્રદ્યુમન પ્રાણી સંગ્રહાલયમાં બે સફેદ વાઘબાળનો જન્મ થયો હતો. ત્યારે સફેદ વાઘણ કુલ 12 બચ્ચાઓને જન્મ આપી ચૂકી છે. જેમાં ત્રણ નર, પાંચ માદા અને બે બચ્ચાનો સમાવેશ થાય છે.
વર્ષ 2014-15 દરમ્યાન વન્યપ્રાણી વિનિમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા મૈત્રી બાગ ઝૂ અને ભિલાઈ(છત્તીસગઢ) ને એક સિંહની જોડી આપવામાં આવી હતી. તેમજ આ વાઘના બદલામા મૈત્રી બાગ ઝૂ, ભિલાઈ દ્વારા રાજકોટ ઝૂ ને સફેગ વાઘ નર દિવાકર, સફેદ વાઘણ યશોધરા તથા સફેદ વાઘણ ગાયત્રી આપવામાં આવી હતી.
રાજકોટના આ પ્રાણીસંગ્રહાલયમાં હાલ 67 પ્રજાતિના 564 વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ વસવાટ કરી રહ્યા છે. દર વર્ષે સાડા સાત લાખ જેટલા લોકો આ ઝૂની મુલાકાત લે છે. હવે મુલાકાતીઓના આકર્ષણરૂૂપ સફેદ વાઘની સંખ્યામાં વધારો થયો છે.